________________
॥ श्रीआचाराङ्ग કીરિ II
૧૫૭૩ વર્ષે વિક્રમનગરમાં થઈ છે."
પ્રસ્તુત પ્રદીપિકાની રચનામાં પાઠક શ્રી દેવતિલક મુનિએ સહાય કરી છે, તેમજ પાઠક ભક્તિલાભ આદિ મુનિઓએ આ પ્રદીપિકાને તપાસી છે.'
શીલાંકાચાર્યની આચારાંગસૂત્ર ઉપરની વૃત્તિ વિસ્તૃત અને કઠિન હોવાથી તેઓશ્રીએ અલ્પબુધ્ધિવાળા મુનિઓ માટે પ્રદીપિકાની રચના કરી છે. મુખ્યતયા શીલાંકાચાર્યની વૃત્તિની આધારે આ પ્રદીપિકામાં ફરક એટલો છે કે શીલાંકાચાર્યની વૃત્તિમાં આવતી દાર્શનિક ચર્ચા, નવનિક્ષેપના વિસ્તારો આદિ આમાં લીધાં નથી. તેમ જ શીલાંકાચાર્યની વૃત્તિ મૂળસૂત્ર તેમ જ શ્રી ભદ્રબાહુસ્વામીકૃત આચારાંગસૂત્રની નિર્યુક્તિ એમ બંને ઉપર છે, જ્યારે પ્રદીપિકા માત્ર મૂળસૂત્ર ઉપર યાયેલ છે. કોઈ કોઈ સ્થળે નિર્યુક્તિની ગાથાઓ લીધી છે. ટુંકમાં બને તેટલી પ્રદીપિકાને સરળ બનાવવાનો પ્રયાસ તેઓશ્રીએ કર્યો છે.
१ श्री लूणकर्णराज्ये मंत्रीश्वरकर्मसिंहसंघपतौ । श्रीमद्विक्रमनगरे गुण-मुनि-शर-चन्द्रमित (१५७३) वर्षे ।।१०।। २ साहाय्यमत्र चक्रुः श्री पाठकदेवतिलकनामानः । दक्षा: शिष्या वाग्गुरुसुगुरुदयासागरेन्द्राणाम् ॥१३।। गीतार्थशिरीमणिभिः प्रयतैः श्री भक्तिलाभयतिमुख्यैः । संशोधिता तथापि च यदव दुष्टं विशोध्यं तत् ।।१४।। ३ शीलाइ काचार्यरचिता वृत्तिरस्ति सविस्तरा । श्रीआचारागसूत्रस्य दुर्विगाहा परं ततः ॥२॥ (ग्रन्थादी) आचारदीपिकेयं विनिर्मिता देवकुलिकया तुल्या अल्पावबोधयतिगणमतिदैवतसंनिवेशकृते ॥१२।। (प्रशस्तौ)
II
II