________________
||
૩ |
* મધથીયે મીઠા, માખણથીયે કુણા અને માથીયે વધુ મમતાળુ સ્વભાવથી જેમણે સમુદાયના સહુ સાધુઓના દિલ જીતી લીધા હતા, * જયણુ એ જ જેમના જીવનને
શ્વાસ હતું, પ્રાણ હતું,
સમર્પણ
* જિંદગીના છેડા સુધી ઉગ્ર વિહાર વચ્ચે પણ જેમણે દર મહિનાની સુદ પંચમીએ ઉપવાસતપ વડે જ્ઞાનપદની આરાધના કરી * પ્રૌઢ વયે ચારિત્ર લઈને
છેક આગમગ્રંથને, એમાં ય પ્રૌઢ આગમગ્રંથ (છેદ ગ્રંથ)ને ગુરુ અનુજ્ઞાથી અભ્યાસ કર્યો,
REGERINGESCHLESSEGGIOCASAS
ગુરુતુલ્ય, અજાતશત્રુ, વૃદ્ધવજીર પરમ ઉપકારી પરમપૂજ્ય સ્વર્ગસ્થ મુનિરાજશ્રીનાંદીવર્ધનવિજયજી મહારાજના
ચરણકમલમાં ભાવભરી વંદના સાથે આ ગ્રન્થપુષ્પ તેઓશ્રીના કરકમલમાં અર્પણ કરું છું.
-સુનિ મહાબોધિ વિજય
|
૩ ||