________________
૮૭ |
આનંદ લેવા બધાને પોતાના રસોડે જમવાનું આમંત્રણ આપ્યું. આનું નામ તે સાચી ભક્તિ.
આપણે કોઈ વલખાં મારતા શ્રાવકને ૨૫ રૂ. આપીએ તો તેનો કેટલો બદલો લઈએ ? A | ‘આટલું દૂધ હંમેશ દેરાસર આપી આવજે, ઘરે શાક સમારી નાંખજે.” આવું આવું કેટલું કામ
તેની પાસે કરાવીએ ? ધનનું આ તે કેટલું વ્યાજ ? ભક્તિમાં આવા લેવડદેવડના ધંધા | શિશોભે ? પેલા માણસે ૨૫ રૂ. લીધા પછી દશ વર્ષે ભટકાય અને કદાચ સામે ન જુએ તો શું શિકહીએ ? ‘તને ૨૫ રૂપિયા દશ વર્ષ પહેલાં આપ્યા હતા ને ? હવે તો સામે ય નથી
જોતા !' શિ ભરત મહારાજાએ સાધર્મિકો સાથે અદ્દભુત શરત કરી કે તમારે રોજ રાજસભામાં
આવીને મને આટલું સંભળાવી જવું, “હે છ ખંડના સ્વામી ! હે રાજન્ ! તમે છ ખંડ ભલે જીિત્યા, છતાંય તમે કોઈથી જિતાયેલા છો. છ ખંડ જીતેલા તમને કોકે જીત્યા છે. તમારે માથે શિમોહરાજા છે, માટે હે મહારાજા ! તમે ભલે બધાને જીત્યા હોય, પણ તમે મોહરાજાથી ભિજિતાયેલા છો. તમારા માથે ભય તોળાઈ રહ્યો છે, એટલે તમે કદી કોઈને હણશો નહિ, બિહણશો નહિ.'
આવા હતા અનાસક્તયોગી ભરત ! આપણે આપણી જાતને જાગ્રત કરવા કોઈ સાધુ- થિી મહારાજને કહી રાખ્યું છે ખરું કે “અમારી ભૂલ થાય કે અમે અયોગ્ય માર્ગે જતા હોઈએ, પણ Aિત્યારે અમોને જાગ્રત કરજો ?”
|| ૮૭ |