________________
પર્યુષણ પર્વનો ચોથો દિવસ : અમાસ (૧) સવારે કલ્પસૂત્રનું પ્રથમ વ્યાખ્યાન (સાધુના દસ આચાર વગેરે) (૨) બપોરે કલ્પસૂત્રનું બીજું વ્યાખ્યાન (૨૭ ભવ તથા સ્વપ્નો) પાંચમો દિવસ : બેસતો મહિનો : (૩-૪) સવારે ત્રીજું અને ચોથું વ્યાખ્યાન વાંચવાનું, (ચ્યવન વગેરે) હોય છે પરંતુ તેમાં ચોથા વ્યાખ્યાનનું છેલ્લું સૂત્ર : પરમાત્મા મહાવીરદેવના જન્મ વાંચન અંગેનું બાકી રાખવાનું હોય છે.
બપોરે : ચૌદ સ્વપ્નો ઉતારવાના અને તે પછી સવારે બાકી રાખેલ જન્મસૂત્રનું વાંચન.
છઠ્ઠો દિવસ : બીજ સવારે : પાંચમું વ્યાખ્યાન (ઉપસર્ગો)
બપોરે છઠ્ઠું વ્યાખ્યાન (ગણધરવાદ)
સાતમો દિવસ : ત્રીજ : સવારે : સાતમું વ્યાખ્યાન (શેષ તીર્થંકરદેવોનું જીવન-ચરિત્ર)
બપોરે : આઠમું વ્યાખ્યાન (પટ્ટાવલિ),
નવમું વ્યાખ્યાન (સામાચારી)
[જો સામાચારીનું નવમું વ્યાખ્યાન વાંચવાનો સમય ન રહે તો મુનિ-વ્યાખ્યાતાઓ ચોથના દિવસે તેનું મૂળ વાંચન આવતાં સંક્ષેપમાં અર્થ કહેતાં જાય છે.]
KCGCFC