________________
,
અટાત્રિકા પ્રવચનો || ૬૪ ||
કરી નાખે એટલો જીવલેણ છે. ચોથમાંથી પાંચમમાં નહિ જવા અંગેના જે શાસ્ત્રપાઠો આજે જણાવાય છે તે બધા પાઠો કલિકાલસર્વજ્ઞની નજરમાં હતા જ, છતાં તેઓએ સંઘર્ષશાન્તિ માટે કરી જો પાંચમની પસંદગી કરી છે તો આજે તેમ કરીને સમસ્ત તપાગચ્છના સંઘર્ષનું નિવારણ દિન કરવામાં વાંધો શું છે ? પરામરણથી આધ્યાનમાં પડેલાં એક જ રાજાની સમાધિ માટે જો આ કર્તવ્ય પુજ્ય કાલકસૂરિજી, પરમાત્મા મહાવીરદેવે કહેલી પાંચમની ચોથ કરી શક્યા તે હવે પુનઃ || અમારી પાંચમની સંવત્સરી કરીને તમામ ગચ્છો અને તમામ ફીરકાઓનો સંપ સધાતો હોય અને પ્રવર્તન દાયકાઓ જૂનો સંઘર્ષ મટતો હોય તો તેમાં શા માટે વાંધો લેવો જોઈએ ? તિથિના પ્રશ્નની આડશમાં તો મુનિ-સંસ્થામાં આચારહીનતાએ કેટલીક જગાએ ઊંડા મૂળ ઘાલી દીધા છે, જે ભયજનક રીતે વિસ્તરી રહ્યો છે. અને ગૃહસ્થવર્ગ આ સંઘર્ષથી ધર્મવિમુખ બનીને માંસાહાર, દુરાચાર, દારૂ અને નાસ્તિકતા તરફ ઝપાટાબંધ જઈ રહ્યો છે. શું આ બધું થવા છતાં સંઘમાં કા સમાધિ પેદા કરતો પંચમી-સંવત્સરીનો માર્ગ અપનાવી શકાય જ નહિ ? અરે ! આ તો નીરાની ફીડલ વગાડવા જેવી હાલત જણાય છે.
કલિકાલસર્વજ્ઞની ઉદાર દૃષ્ટિ એટલી બધી હતી કે, એક વાર પોતાના મૂકેલા પાઠ બાબતમાં પોતાના વડીલ આચાર્ય ભગવંત સાથે મતભેદ પડતાં તે પાઠ (હોઈ મંગલ) પાછો ખેંચી લેતાં એક ક્ષણ પણ લગાડી ન હતી. સંગઠન જાળવી રાખવાની કલિકાલસર્વજ્ઞની કેવી લગન !
|| ૬૪ ||