SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ એ પ્રકારના ઉત્તમ વસ્ત્રો બંબેરા નામની નગરીમાં જ બનતા હતા. અને તે નગરીનો | રાજા એક વાર પોતે વસ્ત્ર પહેરી લીધા બાદ જ વેચાણ માટે મૂકવા દેતો હતો. રાજર્ષિને આ | ૫૧ || મંજૂર ન હતું એટલે ચાહડે અઢળક ધન આપીને અને ઘણી યુક્તિઓ કરીને રાજા પાસેથી , વાપર્યા વિનાના વસ્ત્રની જોડ મેળવી અને રાજર્ષિને આપી. એ રાજર્ષિએ અનેક વખત શત્રુંજય તીર્થનો છ'રી પાલિત સંઘ કાઢઢ્યો હતો. યાત્રિકોને અછાંયડો દેતા વૃક્ષોને પણ તે પ્રણામ કરતા. ખુલ્લા પગે ચાલતા તેમને કાંકરા, કાંટા વાગતા. અખૂબ તકલીફ થતી. આ જાણીને સૂરિજીએ તેમને અપવાદરૂપે જોડાનો ઉપયોગ કરવાની સૂચના કરી. ત્યારે રાજર્ષિએ કહ્યું, “ભગવાન ! મને આવું ન કહો તો સારું. અનંતકાળ સુધી આ સંસારમાં ભયાનક પરિભ્રમણ મેં કર્યું છે તેમાં જે કષ્ટ વેઠ્ય છે એની સામે આ કષ્ટ કોઈ વિસાતમાંથી નથી. મને અનંત કર્મો ખપાવવાનો આ અમૂલ્ય અવસર મળ્યો છે. કૃપા કરીને | અમારી દયા ન ખાઓ.' અને... પ્રસન્ન બનેલા સૂરિજી મૌન થઈ ગયાં. બિગુરુભક્તિ ધ્ય ગુરુદેવ શ્રીમદ્ હેમચન્દ્રસૂરિજીના ગૂર્જરેશ્વર પરમ ભક્ત હતા. જ્ઞાનીઓએ કહ્યું છે કે, બિ‘ધર્મ એ ગુરુની પાછળ પાછળ ચાલ્યો આવે છે. તમે ગુરુને પકડો એટલે ધર્મ તમને પકડી | બિલેશે.’ આ વાતને ગૂર્જરેશ્વરે બરોબર અમલમાં મૂકી હતી. પોતે જેવા તેવા-માત્ર વેષધારી-ગુરુ ગુણ લિતો નથી સ્વીકાર્યા ને ? તે નક્કી કરવા માટે તેણે એક વાર ખાનગી રીતે પોતાના ગુરુ બિ ' || ૫૧ | વિભોજનમાં શું વાપરે છે ? તે જોયું હતું. સૂરિજીને તે વખતે આંબિલનું લખું વાપરતા જોઈને
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy