________________
|| ૩૯ ||
અપૂર્વ અમારિ પ્રવર્ત્તન
સૂરિજીએ રાજર્ષિના હૈયે જીવ માત્ર પ્રત્યેનો કરુણાનો ભાવ છલકાવી દીધો હતો. કોઈને પણ થતી વેદનાના સમાચારે એવી જ વેદના રાજર્ષિ અનુભવતા હતા. આનું પરિણામ એ આવ્યું કે નિર્દોષ જીવ-હત્યાની બાબતમાં રાજર્ષિ સહજ રીતે ધ્રૂજવા લાગ્યા. એક વખતનો માંસાહારી આત્મા સદ્ગુરુના સત્સંગે કેવું પ્રચંડ પરિવર્તન પામી ગયો ! પૌષધમાં મંકોડો
දේව දෙන ව දල ව ව ව දිය ල ය
એક વાર રાજર્ષિએ પૌષધ કર્યો હતો. હાથ ઉપર મંકોડો ચોંટી ગયો. કેમે ય ન ઊખડે. અન્ય પૌષધાર્થી શ્રાવકો તેને દૂર કરવા માટે જે રીતે યત્ન કરતા હતા, તેમાં મંકોડાને હાનિ પહોંચતી જોઈને રાજર્ષિએ તેમને અટકાવ્યા અને છરી મંગાવીને, જાતે જ તેટલી ચામડી ઊતરડી લઈને ચામડી સહિત મંકોડાને સુરક્ષિત સ્થાને મૂકી દીધો. કાશ્મીરની મત્સ્ય-મુક્તિ
રાજર્ષિને એક વાર ખબર પડી કે કાશ્મીર રાજ્યમાં જે તળાવો છે, તેમાં પુષ્કળ માછલા મારવાનું કામ ચાલે છે. જ્યારથી આ વાત તેમણે જાણી ત્યારથી તેમની નિંદ હરામ થઈ ગઈ, અતેમને ખાવું પણ અકારું બની ગયું. કાશ્મીર એ પોતાનું તાબાનું રાજ્ય ન હતું. રાજર્ષિએ ા એક કરોડ સોનામહોરના નજરાણા સાથે પોતાના દૂતને કાશ્મી૨-નરેશ પાસે મોકલ્યો. નજરાણું કરીને તેણે રાજર્ષિની તીવ્ર બેચેની જણાવી. તેનું કારણ જણાવ્યું. નરેશ તો દયાની આ ॥ ૩૯ ॥ પ્રભાવના સાંભળીને સન્ન થઈ ગયા. તેમણે તરત જ સમગ્ર કાશ્મીરમાં મત્સ્યહત્યા પ્રતિબંધ હ