________________
|| ૧૫ ||
મુનિજીવનની ઈર્યાસમિતિની ક્રિયાના આદર માત્રથી તામલી તાપસને સમકિત મળી
ગયું.
દીધું.
અજૈન શેડુવકે ચંદનબાળાજી સાધ્વીના મુખ ઉપર સંયમ-તેજ જોયું અને તેવી મહાન દીક્ષા લેવાની ભાવના જાગી ગઈ. કાર્ય સાધીને રહ્યો.
નવયુવતી સામે નજર પણ નહિ કરતાં મુનિના અપૂર્વ બ્રહ્મચર્યના ભાવને જોતાં જ ઈલાચી નટને પોતાની કામાસક્ત દશા ઉપર ધિક્કાર વછૂટી ગયો અને વાંસના દોરડા ઉપર જ ક્ષપકશ્રેણિએ ચડી જઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. મુનિજીવનના આદર અને કદર તે આનું નામ !
અહીં એક વાત સહુએ બરોબર ધ્યાનમાં લેવાની છે કે આદર માત્ર સુસાધુ કે સુસાધ્વીનો થાય. જેઓ (૧) તારક જિનેશ્વરદેવોની તમામ આજ્ઞાઓને શિરસાવંદ્ય કરે. (૨) પોતાની શક્તિ પહોંચે તેટલી આજ્ઞાઓને જીવનમાં અમલી કરે. (૩) પોતાના જીવનના સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષોની સદ્ગુરુ પાસે પૂર્ણ શુદ્ધિ સતત કરતા રહે. (૪) ઉત્તમ કોટિના આત્માઓના ગુણોની યથાયોગ્ય અનુમોદના કે પ્રશંસા કરતાં તેનું હૈયુ આનંદવિભોર બને અને (૫) જે દેવ-ગુરુના પરમ ભક્ત હોય તે સુસાધુ કહેવાય. વર્તમાન દેશ, કાળ એટલા
વજ્રબાહુકુમારે મુનિના સંયમતેજના અપૂર્વ દર્શનમાંથી મુનિ-જીવનના માર્ગે પ્રયાણ કરી
GOOG
|| ૧૫ ||