________________
ગિરી કન્યાને ભારતદેશના વડાપ્રધાન બનાવવા અધીરા થયા છે. ખેર ગમે તે કરે અત્તે તો
ધર્મનો જ જય થવાનો છે.) || ૧૫૩ ||
હવે જો સંસ્કૃતિ ખતમ ન થાય તો હિન્દુ-પ્રજા ખતમ થઈ શકે નહિ અને આખો ને આખો દેશ વિદેશીઓના કબજામાં આવે નહિ. એ એટલે પ્રજાને ખતમ કરવા માટે તેની સંસ્કૃતિને ખતમ કરવી પડે. તેને માટે મંદિરો અને મૂર્તિઓને ખતમ કરવા પડે અથવા તેમના પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિને ખતમ કરવી પડે.
આ રહ્યું તેમનું સૂત્ર : Kill temple to kill Sanskruti. Kill Sanskruti (culture) to Kill People.
જો આ વાત આપણને સમજાય તો ખ્યાલ આવશે કે આપણા દેશની, પ્રજાની અને સંસ્કૃતિની રક્ષામાં મંદિરો અને મૂર્તિઓનો કેવો મોટો સિંહફાળો છે !
ભૂખ્યાને અન્ન આપો. ભગવાનને મન આપો. આમાં બધું આવી ગયું. સાચા છે; વીતરાગ, સાચી છે; વાણી. આધાર છે, આજ્ઞા, બાકી ધૂળધાણી.
// ૧૫૩ ||