SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટાનિકા પ્રવચના || ૧૨૨ || සංයය ය ය යයයයය ය ය ය ය 9 ය ය දිය ચાલો, આપણે સહુ વૈરના વિસર્જનનો મહોત્સવ માંડીએ. પર્વાધિરાજનો પ્રાણ ક્ષમાપનાને પામીને આપણા ધાર્મિક જીવનને ધબકતું કરી દઈએ. મહાશ્રમણોની ક્ષમા (૬) જિનશાસનના શ્રેષ્ઠ ગણાતા શ્રમણો ખંધક મુનિ, ગજસુકુમાળ દૃઢપ્રહારી મુનિ, કીર્તિધર-સુકોશલ મુનિ વગેરેએ પોતાના હત્યારાઓ ઉપર કેવો સ્નેહભાવ વિચાર્યો હતો ! તેમના પ્રત્યે તિરસ્કાર કરવાની વાત તો દૂર રહી પણ તેમને પોતાના ‘ઉપકારી-ભાઈ’ મુનિ, ગણ્યા હતા. શ્રીકૃષ્ણે પોતાના હત્યારા જરાકુમારને અને દયાનંદે પોતાના હત્યારા જગન્નાથ રસોઈયાને માફી દઈને ભગાડી મૂક્યા હતા જેથી તેમના માણસો તેમને મારી ન નાંખે. રમણ મહર્ષિ (૭) રમણ મહર્ષિએ તે ચોરને હસતાં કહ્યું, ભાઈ ! તેં મારા એક સાથળ ઉપર સળીઓ માર્યો તેથી તને ખૂબ આનંદ થયો ? તો હજી બીજા સાથળે સળીઓ માર. તને મજા આવશે.' ප රථ රය ප පා ය ජල ව ව ස ප ර ය ද දව ජප දුප රු ‘જો લોહીલુહાણ હાલતમાં મહર્ષિને જોઈને ઉશ્કેરાઈ ગયેલા ભક્તોને ૨મણે કહ્યું, દાંતોની વચ્ચે જીભ આવી જાય તો શું આપણે દાંતોને પથ્થરથી મા૨શું ? ના...કેમકે જીભ આપણી છે તેમ દાંત પણ આપણા જ છે. તમે ભક્તો મારા છો તો તે ચોરો પણ મારા પ્રિય મિત્રો છે !' ત્રીજું કર્તવ્ય ક્ષમાપના || ૧૨૨ ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy