SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ અઘ્યાતિકા પ્રવચનો || ૧૦૮ | | IGG GOOG ઘરડાંઓ ઝેર પીશે, માતાઓ, બહેનો અને દીકરીઓ શીલ વેચશે, સંતાનોના ગર્ભપાત થશે, ઘરડાંઓ આપઘાત કરશે. વેપારી લોકો કે નોકરીઆત લોકો આફતોના ધાડેધાડાં ધસમસતા આવતાં જોઈને આઘાતોથી સતત કણસતા રહેશે. એ, શ્રીમંતો ! શું આ બધું તમે જોઈ શકવા જેટલી પોલાદી છાતી ધરાવો છો ? આ સ્થિતિમાં તમે મજેથી તમારો સંસાર ભોગવી શકશો ? આટલી હદે તમે ‘માણસ' રાક્ષસ બનશો ? મને કહેવા દો કે જો તમે ગરીબોની આંખેથી વહી જતાં ધોધમાર આંસુઓની સામે જ જલસા કરશો, બારસોની થાળી, દસ હજાર રૂ.ની પેન, નવ લાખ રૂ.ની મર્સીડીસ, દોઢ ક્રોડ રૂ.ની ઘડીયાળ, લાખ રૂપીયે મીટર કાપડના વસ્ત્રો, દસ ક્રોડનું ફાર્મ, પાંચ ક્રોડના લગ્નોનો ઉપભોગ કરશો તો આ પંક્તિને તમારા વિલાસખંડોની દરેક દીવાલે લખાવી દેજો :ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે. ખંડેરની ભસ્મકણી ન લાધશે. પેલી કાવ્યપંક્તિ યાદ કરો :પૃથ્વીને પટે પગલે પગલે મૂઠી ધાન વિના ભૂખ્યા બાળ ટળવળે. હાય રે હાય સુખી ! તને વિલાસોના જામ ગટગટાવવા ગમે ! 036034 Add GO GO બીજું કર્તવ્ય સાધર્મિક વાત્સલ્ય || ૧૦૮ ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy