SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ || ૯૭ || 338 ભૂખમરાની સ્થિતિમાં કેટલાય કોશ ચાલી નીકળ્યા બાદ એક નગર આવ્યું. છેલ્લા ત્રણ દિવસથી તો અન્નનો દાણોય જોવા મળ્યો ન હતો. નાનાં બે બાળકો, એક બાલિકા-બધાં ઉપવાસી હતાં. પત્નીની આંખે આંસુ હતા. પરન્તુ હૈયે હામ હતી. પતિને પણ તે હિંમત આપતી હતી. નગરમાં પ્રવેશ તો કર્યો. પણ જાવું કોને ઘર ? વિસામો લેવો કોના ઓટલે ? પત્નીના કહેવાથી ઉદ્દો ભગવાનને ઘેર જિનમંદિરે ગયો. પ્રભુસ્તુતિ કરીને ચૈત્યવંદન શરૂ કર્યું. પત્નીના કંઠમાં કુદરતે (કર્મે) મધ મૂક્યું હતું. અતિ મધુર કંઠે તે સ્તવનો-એક પછી એક-ગાવા લાગી. પ્રભુભક્તિમાં ભાવવિભોર બની, ઉદાએ પણ તેમાં સાથ આપ્યો. પાંચ સ્તવનો થયાં. છઠ્ઠું, સાતમું, આઠમું સ્તવન પણ થયું. કેમ કે સવાલોનો સવાલ એ બૃહતો કે જિનમંદિરથી બહાર નીકળ્યા પછી જવું ક્યાં ? L F G H TO GO TO T ત્રણેય ભૂખ્યાંડાંસ બાળકો મા-બાપના ખોળામાં ક્યારનાં ઊંઘી ગયાં હતાં. એકધારા આટલાં બધા સ્તવનો ગાતાં, કપડે ચીંથરેહાલ, ઘણા દી'ના ઉપવાસી જણાતાં આ આદમીઓ, તે જ નગરની શ્રીમંત વિધવા પુત્રવધૂ હસુમતીબાઈ ભાવસારની નજરમાંથી નીકળી શક્યાં નહિ. એ વખતે તે બહેન જિનપૂજા કરવા માટે તે જિનાલયે આવી હતી. ઉદાની પરિસ્થિતિ તેણીએ સાંગોપાંગ જાણી લીધી. તે બધાં બહાર નીકળે તેની રાહ જોતી અને સુંદર સ્તવનો સાંભળતી હસુમતી જિનમંદિરમાં જ એક ખૂણે બેસી રહી. KG GHOOGO GH || ૯૭ ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy