________________
(૮૦) કલ્પસૂત્રની વાચનાઓ
*x*x*x*x*
એક વખત શારીરિક અસ્વસ્થતા થવાથી તેઓ હેરાન થતા હતા, ત્યારે કોઈ પણ સાધુને, તેમની સેવા કરવાનો ઉત્સાહ ન થયો. તેથી તેમને વિચાર આવ્યો કે, “મારા લાયક જો મને કોઈ શિષ્ય મળે તો હવે મારે એક શિષ્ય તો કરી લેવો જોઈએ ?
આમ, જ્યાં તે શિષ્યની શોધમાં હતા ત્યાં તેમને ભાવતું ભોજન મળી ગયું. કપિલ નામે કોઈ રાજકુમાર હતો. તેને મરીચિએ પ્રતિબોધ્યો એથી તે દીક્ષા લેવા તૈયાર થયો.
મરીચિએ કહ્યું, ‘‘તું ભગવાન આદિનાથ પાસે દીક્ષા લે.’’
કપિલ – તો શું તમે મને દીક્ષા નહિ આપો ?
=
મરીચિ – ના, તારું કલ્યાણ ત્યાં જ છે.
પણ પેલો કપિલ જડ અને જિદ્દી હતો. જ્યારે તેણે આગ્રહ રાખ્યો ત્યારે મરીચિને શિષ્યમોહ જાગ્યો. જ્યારે કપિલે પૂછ્યું, ‘‘તમારામાં શું ધર્મ નથી ?’’ ત્યારે મરીચિએ કહ્યું : ``કપિલ ! ધર્મતો ત્યાં પણ છે, અને અહીં પણ છે.’’
આ ઉત્સૂત્રથી મરીચિનો એક કોડાકોડી સાગરોપમ સંસાર વધી ગયો. શરીરના ભયંકર મમત્વથી મરીચિ મુનિ ચારિત્ર હારી ગયા. શિષ્યના ભયંકર મમત્વથી સમ્યક્ત્વ હારી ગયા. પાપની આલોચના કર્યા વગર ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવીને, મરીને તે દેવલોકમાં ગયા.
બીજી
વાચના
(બપોરે)
(૮૦)