________________
(૬૬) કલ્પસૂત્રની વાચનાઓ
રાજા અને વનમાળાનો યુગલિક તરીકે હરિવર્ષક્ષેત્રમાં જન્મ થયો. વીરક પછીથી તાપસ થયો. અને તાપસનું શેષ જીવન પૂરું કરીને સૌધર્મકલ્પમાં ત્રણ પલ્યોપમની સ્થિતિવાળો કિલ્બિષિક દેવ બન્યો.
એ દેવે જોયું કે રાજા અને વનમાળા યુગલિક તરીકે જન્મ્યા છે અને મોજમજા કરે છે. આ જોઈને તેનું પૂર્વભવનું વેર જાગ્રત થયું. તેને થયું કે પાપીઓ અહીં પણ મજા કરે છે અને મરીને દેવલોકમાંય મજા જ ક૨શે. એટલે તેમને એવા પાપી બનાવું કે તેઓ બે મરીને આ ભવમાંથી નરકે જઈને દુઃખી દુઃખી થઈ જાય.
પછી તે દેવે દેવશક્તિથી બંનેનાં શરીર નાનાં બનાવી દીધાં. તેમને ઊંચકીને ભરતક્ષેત્રની ચંપા નગરીમાં લાવ્યો. ત્યાંના ઇક્ષ્વાકુ કુળના રાજાનું મૃત્યુ થવાથી તે રાજાને સ્થાને યુગલિકને ત્યાંનો હિર નામે રાજા બનાવ્યો. વનમાળાને હિરણી નામે રાણી બનાવી. કુસંગતિએ ચડાવીને બન્નેને સાત પ્રકારનાં વ્યસની બનાવ્યાં. તે વ્યસનોના ઘોર પાપે બન્ને મરીને નરકમાં ગયાં.
આ બન્નેથી જે વંશ ચાલુ થયો તે ‘હરિવંશ’; અને તેમની સંતતિ થઈ તે ‘હરિવંશકુળ’ કહેવાયું. યુગલિકોનું આ ભૂમિ ઉપર આગમન, તેમના શરીરનું સંક્ષેપણ, યુગલિકોનું સાત વ્યસનોનું સેવન અને તેમનું જે નરકગમન થયું, તથા તેમના દ્વારા હિરવંશ કુળની જે ઉત્પત્તિ થઈ તે બધાં આશ્ચર્યો છે.
બીજી
વાચના
(બપોરે)
(૬૬)