________________
(૬૧)
પણ જ્યારે ઔષધ લેવાનો સિંહ અણગારે ભારે આગ્રહ જારી રાખ્યો ત્યારે ભગવંતે કહ્યું, રેવતી શ્રાવિકાને ત્યાં જે નિર્દોષ બીજોરાપાક છે તે વહોરી આવો, પણ ધ્યાન રાખજો કે તે રેવતીએ જે કોળાપાક મારા માટે જ બનાવ્યો છે તે લાવતા નહિ.’’
સિંહ અણગાર આનંદવિભોર બનીને રેવતીને ત્યાં પહોંચ્યા અને નિર્દોષ બીજોરાપાક વહોર્યો. તે બીજોરાપાકના સેવનથી લોહીના ઝાડા બંધ થયા.
આમ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તીર્થંકર ભગવાનને જે લોહીના ઝાડાની ભયંકર અશાતા થઈ તે આશ્ચર્ય બની ગયું.
ગર્ભાપહાર (બીજું આશ્ચર્ય)
તીર્થંકરોના ગર્ભનું સંક્રમણ કરવું પડતું નથી; પરંતુ ભગવાન મહાવીરદેવના આત્માના ગર્ભનું સંક્રમણ કરવું પડ્યું તે આશ્ચર્ય છે. તીર્થંકરોનો જન્મ ઉચ્ચ કુળમાં થાય.
સ્ત્રી તીર્થંકર (ત્રીજું આશ્ચર્ય)
તીર્થંકર તો પુરુષદેહે જ હોય સ્ત્રીદેહે ન હોય. પણ આ અવસર્પિણી કાળમાં ઓગણીસમા તીર્થંક૨ મલ્લિકુમારી સ્ત્રીદેહે થયા. મલ્લિકુમારીનો આત્મા પૂર્વભવમાં એક રાજા તરીકે હતો. તેમણે પોતાના મિત્રો સાથે દીક્ષા લીધી. તેમને થયું કે ‘મારા મિત્રો મારી માફક તપ-જપ કરશે તો સંસારી જીવનમાં
(૬૧)