SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ આર્ય વજસ્વામીજી તુંબવન નામના ગામમાં સુનંદા નામની પોતાની સગર્ભા પત્નીને મૂકીને ધનગિરિએ દીક્ષા લીધી હતી. તે દીક્ષા પછી વજનો જન્મ થયો એટલે ઘરમાં દીક્ષાનું નામ સાંભળતાં (૩૧૪). કલ્પસૂત્રની છે. તેમને જાતિ-સ્મરણ થયું. પછી દીક્ષા માટે અનુમતિ મેળવવા માતા પ્રત્યે પૂજ્યભાવ છતાં માને આઠમી વાચનાઓ છે હેરાન કરવા વજે રડ્યા કર્યું. આમ છ માસ રડ્યા કર્યું. આથી સુનંદા કંટાળી ગઈ અને ગોચરીએ વાચના આવેલા ધનગિરિને સુનંદાએ છ માસના વજને વહોરાવી દીધો. ધનગિરિએ ગુરુને વાત કરી (બપોરે) અને આ બાળકને ઝોળીમાં લાવ્યા. તે ઝોળી વજની જેમ વજનમાંય ખૂબ ભારે લાગવાથી ગુરુએ છે તેનું નામ “વજ' પાડ્યું. અને ગુરુએ તે બાળક સાધ્વીજીને સોંપ્યો. તે એટલા માટે કે સાધ્વીજી છે. પાસે આવતી સ્ત્રીઓ તેનું પાલન કરે. તે સમયની સાધ્વીઓને અંગોનો અભ્યાસ કરવાની અનુજ્ઞા છે હતી. તેઓ જે અભ્યાસ કરે તેનું શ્રવણ કરીને ઘોડિયામાં પડ્યા પડ્યા બાળ વજે ૧૧ અંગ શીખી છે. લીધાં. છે વજ ત્રણ વર્ષનો થયો ત્યારે સુનંદાને પુત્ર મોહ જાગ્યો. તેણે પોતાનો પુત્ર પાછો માગ્યો. તે હું છે જ્યારે તેને ન મળ્યો, ત્યારે તેણે રાજદરબારમાં ફરિયાદ નોંધાવી. રાજાએ ન્યાય આપ્યો : ““માતાએ અને પિતાએ પોતાની ચીજો-રમકડાં વગેરે બાળક સમક્ષ મૂકવાં, જેની ચીજ તે લે તેનો તે બાળક.'' સુનંદાએ મૂકેલી વસ્તુઓ સામે વજે નજર સરખી પણ ન કરી અને વજને ધનગિરિએ છે (૩૧૪) પોતાનો ઓઘો બતાડ્યો કે તરત વજે દોડતાં આવીને તે ઓઘો લઈ લીધો, પછી તે નાચવા કૂદવા
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy