________________
રૂપકોશાએ સ્મિત કરતાં કહ્યું કે “કળા તો તમારી અને મારી-એકેયની-વિસાતમાં નથી. કળા (૩૦૭) છે.
તો મહાત્મા સ્થૂળભદ્રજીની અનાસક્તિની છે, જે સાચી કળા કહેવાય. જગત્ની બધી કલાઓ આ જ કલાની પાસે પાણી ભરે.'
ત્યાર બાદ રૂપકોશાએ સ્થૂલભદ્રજીના રોમાંચક વિરાગની વાત કરી. એ સાંભળતાં રથકારનો કામ વિકાર શમી ગયો.
આ બાજુ બીજા ચાતુર્માસ સમયે સિંહ ગુફાવાસી મુનિ કોશાને ત્યાં આવ્યા. કોશાનું સૌન્દર્ય જોતાં તે થીજી ગયા. સિંહને પરાજય આપતો સાધુ સ્ત્રીથી પરાજય પામ્યો ! અને જ્યાં કોશાની છે કોયલ જેવી વાણી સાંભળી ત્યાં આંતર-વિરાગના રામ રમી ગયા. હાય ! સામે ચડીને તેના છે દેહસુખની માગણી કરી.
ખુબ જ દક્ષ એવી મહાશ્રાવિકા કોશાએ તેમને કહ્યું કે, તેની એક શરત છે : નેપાળના રાજા છે. હંમેશ પહેલા યાચકને સવા લાખની એક રત્નકંબલ આપે છે. જો તે લાવી અપાય તો જ દેહસુખ મળી શકે.
વિકારે પીડાતા સાધુ ભરચોમાસામાં કાદવ ખૂંદતા, નદીનાળાં ઓળંગતા, જંગલ કાપતાં છે નેપાળ પહોંચ્યા. સાધુજીવનની બધી મર્યાદાઓને ધુળ ચાટતી કરી. રસ્તામાં ચોર લોકોએ તેમને છે માર્યા પણ ખરા. હાય, વાસનાનું વળગણ.
SCC SCL.