________________
! કરોડો દેવ દેવીઓ ઋષભની સેવામાં હાજર ! છત્ર, ચામર, સિંહાસન વગેરેથી દેદીપ્યમાન (૨૮૭) છે.
ક્ષભદેવને જોઈને મરુદેવા વિચાર કરવા લાગ્યા, અહો ! ઋષભ તો કેવા ભાગ્યશાળી ! પરંતુ અરે ! મને બોલાવતો ય નથી ! આ ઋષભ કેટલો સ્વાર્થી! આખો સંસાર જ સ્વાર્થથી ભરેલો છે !
હું ઋષભના વિરહથી રડતી હતી. રડી રડીને આંખોનું તેજહીન બનાવી અને આ આટલી બધી આ સમૃદ્ધિ ભોગવવા છતાં તે મને યાદ પણ કરતો નથી ! ધિક્કાર છે મારા આ સ્નેહને ! ધિક્કાર છે , આ સંસારને ! સહુ પરાયા છે : કોઈ આપણું નથી.'
આવી અન્યત્વ ભાવના ભાવતા મરદેવાને કેવળજ્ઞાન પ્રગટ થયું. તે જ ક્ષણે હાથી ઉપર આયુષ્યનો ક્ષય થવાથી તે મોક્ષે ગયા. અજોડ માતા અને અજોડ પુત્ર
કવિ કલ્પના કરે છે કે, જગતમાં ઋષભદેવ સમાન પુત્ર નથી, જેમણે એક હજાર વર્ષ સુધી છે પૃથ્વી પર ભમી ભમીને જે કેવળજ્ઞાનરૂપી ઉત્તમ રત્ન મેળવ્યું, તે સ્નેહથી તરત જ પોતાની માતાને છે આપી દીધું. વળી, મરુદેવા સમાન માતા પણ નથી, જે પોતાના પુત્રને માટે મુક્તિરૂપી કન્યાને છે
જોવા પ્રથમ મોક્ષે ગયા. દેશનાનો પ્રભાવ
છે. (૨૮૭) પ્રભુએ સમવસરણમાં બેસી ધર્મદેશના આપી. તે વખતે ઋષભસેન વગેરે ૫૦૦ભરત પુત્રોએ