________________
એ વખતે શેરડીના સાંઠાને જોઈને હર્ષિત થયેલ પ્રભુએ તે લેવા હાથ લાંબો કર્યો. આમ ઈશુની (૨૭૫) છે
ઇચ્છાવાળા જોઈને ઇન્દ્ર તે પ્રભુનો વંશ ઇક્વાકુ ગણ્યો અને ઇન્દ્ર તેમના ગોત્રનું નામ કાશ્યપ ગોત્ર આપ્યું. આમ, ઇન્દ્ર વંશની સ્થાપના કરી.
લગ્નપ્રથાની શરૂઆત હવે બન્યું એમ કે કોઈ યુગલને તેનાં માતાપિતાએ તાડવૃક્ષની નીચે મૂક્યું હતું. તે વખતે ઉપરથી તાડી-ફળ પડ્યું અને પુરુષ બાળક મૃત્યુ પામ્યું. આવી રીતે આ પહેલું અકાળ મૃત્યુ થયું. બાકી રહેલ કન્યાનાં માતાપિતા મૃત્યુ પામ્યાં એટલે તે એકલી જંગલમાં ભટકવા લાગી. તે સ્ત્રીને જોઈને યુગલિયાઓ તેને નાભિ કુલકર પાસે લઈ ગયા. નાભિ કુલકર રાજા ન હતા પણ પ્રજાની માન્ય વ્યક્તિ હતા. નાભિ કુલકરે આ સ્ત્રી-સુનંદાને ઋષભદેવની પત્ની તરીકે સ્વીકારી. ઋષભ અને સુમંગલાનું યુગલ હતું. હવે ઋષભની પત્ની તરીકે સુનંદા પણ થઈ. આ બે પત્નીઓથી ઋષભદેવને સો પુત્રો થયા. ઇન્દ્ર સુનંદા અને સુમંગલાના લગ્ન ષભદેવ સાથે કર્યા.
લગ્નજીવન અને પાંચ નામ સુમંગલાએ ભરત અને બ્રાહ્મી રૂપ યુગલને જન્મ આપ્યો. અને છે. સુનંદાએ બાહુબલી અને સુંદરી રૂપ યુગલને જન્મ આપ્યો. ત્યાર બાદ સુમંગલાએ બીજા છે ઓગણપચાસ પુત્ર યુગલને જન્મ આપ્યો. અહન કૌશલિક શ્રી ઋષભદેવ પ્રભુનાં પાંચ નામો છે (૧) ઋષભ (૨) પ્રથમ રાજા (૩) પ્રથમ ભિક્ષાચર (૪) પ્રથમ જિન અને (૫) પ્રથમ તીર્થંકર એ પ્રમાણે હતાં.