SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૭) લીધો. આ જ ગુફામાં રથનેમિ ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હતા. આની રાજીમતીને ખબર ન હતી. તેણે પોતાનાં ભીનાં વસ્ત્રોની વિરાધનાથી બચવા માટે શિલા ઉપર નાંખ્યાં, રથનેમિમાં ઉત્કૃષ્ટ સંયમની ભાવના હતી, તેઓ શાસ્ત્રના પ્રખર અભ્યાસી હતા. પણ તો ય જુઓ; નિમિત્ત મળતાં આ જ કેવા ભયંકર વિચારો તેમના અંતરમાં ઊભરાઈ ગયા ! રાજીમતીને વસ્ત્રરહિત જોઈને દિયર રથનેમિનું મન વિકારયુક્ત બન્યું. કુલલજ્જા છોડીને રાજીમતીને કહેવા લાગ્યા : ““આપણે ભોગવિલાસથી આપણો જન્મ સફળ કરીએ. અને પછી છેવટે આપણે તપશ્ચર્યા આદરીશું.' કામની ભાષા સાંભળતાં જ રાજીમતી ચમકી ગયાં. તરત જ ભીનાં કપડાં પહેરી લીધાં. રથનેમિના કામયુક્ત શબ્દો સાંભળીને રાજીમતી આવેશમાં આવી ગયાં. તે બોલ્યાં, “અરે ! આ તમે શું બોલો છો ? દેવરિયા (દિયર) મુનિવર ! આવી અઘટિત માગણી કાં કરો ! તમે કેવી છે છે ઘોર તપશ્ચર્યા કરી છે ? ઘરબાર સંસાર, સાવદ્ય કામકાજ-બધું-છોડ્યા પછી આવી ઇચ્છા કરતાં Q લજ્જા પણ નથી આવતી ! અગંધન કુળના નાગ કોઈને કરડે પછી ગાડિક તેને દીધેલ ડંખમાંથી છે ઝેર ચૂસી લેવા કહે, એટલે માથું ડોલાવીને તે નાગ સ્પષ્ટ ના પાડે, પછી ગાડિક ગુસ્સે થઈ છે કહે : “ખબર છે ને! આ ના પાડવાનું પરિણામ? આ ભડભડતા અગ્નિમાં ખાખ થવું પડશે. પરંતુ છે તો ય તે નાગ ઝેર ચૂસતો નથી, પણ અગ્નિમાં બળીને ખાખ થાય છે.' રાજીમતી કહે છે કે, “અગંધન કુળમાં જન્મેલ સાપ પણ પોતાનું વમેલ-ઊલટી કરેલ-પાછું
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy