________________
છઠ્ઠી
દેવશર્માને પ્રતિબોધવા માટે ગૌતમ સ્વામીને મોકલ્યા હતા. ત્યાંથી પાછા આવતાં રસ્તામાં શ્રી
વીર પ્રભુનું નિર્વાણ સાંભળીને જાણે વજથી હણાયા હોય તેમ તેઓ ક્ષણવાર અવાક બની ગયા (૨૪૮) છે.
છે અને ઘોર વિલાપ કરવા લાગ્યા કે, “આજે હવે ચોતરફ અંધકાર છવાઈ ગયો છે, હું કોના કલ્પસૂત્રની
ચરણોને નમીશ? વીર ! વીર ! એમ કોને કહીશ? “ગોયમા’ કહીને મને કોણ બોલાવશે ! ઓ વાચનાઓ
છે પ્રભુ ! તમે આ શું કર્યું?” બાળકની પેઠે શું હું તમને આંગળીએ વળગત? કેવળજ્ઞાનમાંથી શું હું જ છે) તમારી પાસે ભાગ પડાવત? મારાથી શું મોક્ષમાં સંકડાશ થાત ?'
પછી તેઓ વિચારવા લાગ્યા કે વીતરાગ તો નિઃસ્નેહી હોય, એમને રાગ શું અને દ્વેષ શું? તો છે મારે શા માટે સ્નેહરાગ કરવો જોઈએ? આમ વિચારતાં તેમને પણ કૈવલ્ય પ્રાપ્ત થયું. ગૌતમ છે.
સ્વામીજી બાર વર્ષ સુધી કેવલિપર્યાય પાળીને મોક્ષે ગયા. પાછળથી સુધર્માસ્વામીજીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું તે પણ ત્યાર પછી આઠ વર્ષ સુધી વિહાર કરીને પછી આર્ય જંબૂસ્વામીને પોતાનો ગણ સોંપીને મોક્ષે ગયા. જે રાત્રિએ પ્રભુ નિર્વાણ પામ્યા; ત્યારે નવ મલ્લકી જાતિના કાશીના રાજાઓએ તથા નવ લિચ્છવી જાતિના કોશલના રાજાઓએ-ચેટક રાજાના અઢાર સામંતોએ ઉપવાસ કરી પૌષધ કર્યો હતો. ભાવઉદ્યોત સ્વરૂપ ભગવાન ગયા માટે આ રાજાઓએ દ્રવ્યઉદ્યોત કર્યો. ઘણા દીપકો પ્રગટાવ્યા. આમ, “દિપાવલી' મહોત્સવ શરૂ થયો.
છે (૨૪૮) કારતક સુદ એકમને દિવસે શ્રી ગૌતમસ્વામીજીના કેવળજ્ઞાનનો મહોત્સવ થયો. પ્રભુના