SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ આ પરસ્પર વિરોધી અર્થોથી બંધ અને મોક્ષનો સંશય થયો. પરંતુ ભગવાને કહ્યું કે (૨૪૫) છે. કેવળજ્ઞાન-દર્શન દ્વારા સમગ્ર જગતનો જ્ઞાતા અને દ્રષ્ટા એવો જીવ ઘાતી કર્મોના ક્ષયવાળો અને તે ક્ષયોપથમિક-ઔદયિક ગુણોથી રહિત થવાથી નવાં કર્મોથી બંધાતો નથી અને બંધના અભાવે છૂટતો પણ નથી. પરન્તુ બાકીના જીવોના તો બંધ અને મોક્ષ બેય છે જ. પ્રભુનાં આવાં વચનોથી તેમનો પણ સંશય દૂર થયો. પોતાના શિષ્યો સાથે મંડિત પણ ભગવાન પાસે દીક્ષિત થયા. | ૭. મૌર્યપુત્ર: સાતમા પંડિત મૌર્યપુત્રને દેવમાં શંકા હતી. ઇન્દ્રજાલરૂપ માયા જેવા ઇન્દ્ર, યમ, વરુણ, કુબેર વગેરે દેવોને કોણે જોયા છે? બીજું વિધાન એવું મળ્યું કે યજ્ઞ કરનારા યાજ્ઞિક છે તુર્ત દેવલોકમાં જાય છે. આવાં પરસ્પર વિરોધી વાક્યોથી તેને દેવમાં અને દેવગતિમાં સંદેહ થયો. પરંતુ ભગવાને સમવસરણમાં દેવો બતાવ્યા અને કહ્યું કે દેવો પણ માયાજાળની જેમ અનિત્ય છે. દેવોનાં સુખો પણ શાશ્વતાં નથી.' આમ, તેમનો સંદેહ ટળતાં તે પણ પોતાના ૩૫૦ શિષ્યો સાથે ભગવાનના શિષ્ય થયા. ૮. અકંપિત ઃ આઠમા અકંપિત નામના પંડિતને નરકમાં શંકા હતી. (૧) નરકમાં નારકો છે ઊપજતા નથી જે શૂદ્રનું અન્ન ખાય છે તે મરીને નારક થાય છે; આવા વિરોધી બે વાક્યો મળતાં નરકના અસ્તિત્વમાં શંકા પડી, પણ ભગવંતે કહ્યું કે જો કોઈ પાપ આચરે તે નારકી થાય છે અને નારકી મારીને અનંતર ભવે નારકી થતાં નથી.'
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy