________________
સ્વર્ગમાં ગયા અને ગોવાળિયો સાતમી નરકે ગયો. ઉપસર્ગો ગોવાળિયાથી શરૂ થયા અને (૨૨૩) છે ગોવાળિયાથી પૂર્ણ થયા.
પ્રભુને ત્રણ પ્રકારના ઉપસર્ગો થયા : જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ - જઘન્યમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ કટપૂતનાનો શીતોપસર્ગ ગણાય, મધ્યમમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ છે હું સંગમનો કાળચક્ર છોડવાનો ગણાય, ઉત્કૃષ્ટ ઉપસર્ગ કાનમાંથી ખીલા ખેંચવાનો ગણાય. છે
પ્રભુ શંખની માફક રાગદ્વેષથી અલિપ્ત હતા; જીવની જેમ સર્વ જગ્યાએ સ્કૂલનારહિત ફરનારા હતા, ગગન જેવા નિરાલંબી હતા. વાયુની જેમ અપ્રતિબદ્ધ, શરદઋતુના સ્વચ્છ પાણી જેવા અકલંકિત, કમળના પાન સમાન નિર્લેપ, કાચબાની જેમ પાંચેય ઇન્દ્રિયોને ગુપ્ત કરી દેનારા, ગેંડાના એક શિંગડાની જેમ એકાકી, પક્ષીની માફક વિપ્રમુક્ત અને ભારડ પક્ષીની જેમ અપ્રમાદી
હતા. પ્રભુ સિંહ જેવા અજેય હતા, મેરુ જેવા અચળ હતા, સમુદ્ર જેવા ગંભીર હતા, ચન્દ્ર જેવા છે સૌમ્ય વેશ્યાવાળા હતા, સૂર્ય સમાન દેદીપ્યમાન તેજવાળા હતા, પૃથ્વી જેવા સહિષ્ણુ હતા. દ્રવ્ય, છે. ક્ષેત્ર, કાળ અને ભાવથી પ્રભુને કોઈ જગ્યાએ પ્રતિબંધ ન હતો.
શુદ્ધ અધ્યવસાયવાળા, શુદ્ધ દૃષ્ટિવાળા, શુદ્ધસ્વભાવવાળા, આલોક ને પરલોકમાં પ્રતિબંધ છે (૨૩) વગરના, સંસારસમુદ્રને પાર પહોંચેલા, કર્મોરૂપી શત્રુઓને હણવા માટે ઉદ્યમવંત બનીને પ્રભુ છે.