SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ છે સંગમનો ઉપસર્ગ ત્યાં પેઢાલ ગામની બહાર આવેલ પોલાસ-મંદિરમાં અઠ્ઠમનો તપ ભદ્રપ્રતિમા અભિગ્રહ(૨૧૪) છે. કલ્પસત્રની શ કરીને પ્રભુ એક રાત્રિ કાયોત્સર્ગમાં રહ્યા. તે વખતે સભામાં સૌધર્મેન્દ્ર કહ્યું : “મહાવીર પ્રભુના રમભા છે છઠ્ઠી વાચનાઓ આ ચિત્તને ચલાયમાન કરવા માટે ત્રણ લોકના રહેવાસીઓ પણ અસમર્થ છે.' ઇન્દ્ર પ્રભુની વીરતા, વાચના ધીરતા, સમતા વગેરેની યથાર્થ પ્રશંસા કરી. આ સાંભળીને સંગમ નામના દેવને ખૂબ ઈર્ષા (બપોરે) જ આવી. સંગમ અભવ્ય આત્મા હતો. તેણે પ્રતિજ્ઞા કરી કે, “તેને ચલાયમાન કરીને જ જંપીશ.” છે પછી તે પ્રભુની પાસે આવ્યો. તેણે ઘોર ઉપસર્ગો શરૂ કર્યા. તેણે ધૂળની સખત આંધી વરસાવી છે તેથી પ્રભુના આંખ, કાન, ભરાઈ ગયાં. પ્રભુને શ્વાસ લેવાનું મુશ્કેલ થયું. પછી વજ જેવા સખત છે મોઢાવાળી કીડીઓએ પ્રભુના આખા શરીરને ચાળણી જેવું કરી મૂક્યું. તે કીડીઓ એક બાજુથી છે. પ્રવેશ કરીને બીજી બાજુથી નીકળવા લાગી. પછી વજ સરખા મુખવાળા ડાંસ-મચ્છર, તીક્ષ્ણ છે. છે. મુખવાળી ધીમેલો, વીંછી, નોળિયા, સાપ તથા મોટા જંગલી ઉંદરોએ પ્રભુના શરીરના માંસના છે છે લોચેલોચા કાઢી નાખ્યા, તોડી ખાધા. હાથી-હાથણીઓએ સૂંઢ વતી ઊંચકી પ્રભુને નીચે પછાડ્યા છે અને પગ તળે કચર્યા. પિશાચો અટ્ટહાસ્ય કરવા લાગ્યા. ભયંકર વાઘો પોતાના મુખ તથા નખથી છે પ્રભુને ચીરવા લાગ્યા. છે (૨૧૪) જ્યારે કાંઈ ન વળ્યું ત્યારે દેવે ત્રિશલા અને સિદ્ધાર્થને કરુણાજનક વિલાપ કરતા બતાવ્યા.
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy