SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૫) *** કરીને ઊભા રહ્યા. જ્યારે સાપે તેને જોયા ત્યારે તે ધમપછાડા કરવા લાગ્યો. દૂરથી દોડતો તે ધસી આવ્યો અને ભગવાન ઉ૫૨ જો૨થી ત્રાટકીને પગે ડંશ દીધો. તેને એમ હતું કે હમણાં જ આ માણસ ખલાસ થઈ જશે અને તેની કાયા ધબાક કરીને ધરતી ઉપર પડશે. આથી પોતે ચગદાઈ ન જાય તે માટે ડંશ દઈને દૂર ખસી ગયો. પણ જ્યારે ડંખની કોઈ અસર પ્રભુ ઉપર જોવા ન મળી ત્યારે ફરી ડંશ દીધો પણ તોય નિષ્ફળતા મળી. એક તો આ વાતનું સાપને અચરજ થયું. અને બીજું ડંશવાળા ભાગેથી લાલ લોહીને બદલે ધોળું દૂધ નીકળ્યું તેનું ભારે અચરજ થયું. પ્રભુએ જ્ઞાનથી સાપનો પૂર્વભવ જોઈ લીધો હતો. સાપ પણ અચરજમાં અટવાયો હતો. તેને બોધ પમાડવાની એ સુંદર પળ જાણીને પ્રભુએ પૂર્વભવનું કૌશિક નામસ્મરણ કરાવતાં કહ્યું, ‘‘બુજ્સ, બુઝ્ઝ, ચંડકોસિયા !'' (ચંડ એટલે ક્રોધી) પ્રભુનાં વચનો સાંભળતાં જ ચંડકૌશિકને જાતિસ્મરણ જ્ઞાન થયું. ચંડકૌશિકે પોતાના પૂર્વભવો જોયા. પછી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈને તેણે ચિંતવ્યું, ‘‘અહો ! કરુણાસાહાર હે પ્રભુ ! આપે મારો દુર્ગતિરૂપી કૂવામાંથી ઉદ્ધાર કર્યો-મને કષાયથી બચાવ્યો.’’ પછી તેણે પોતાનું મુખ બીલમાં નાખી દીધું, જેથી તેની આંખોમાં સૂર્યકિરણો ન પડે. કોઈ તે આગથી બળી ન જાય. તેણે જીવનપર્યંતનું અનશન સ્વીકારી લીધું. હવે જીવ માત્ર પ્રત્યે તેને સ્નેહ પરિણામ જાગ્રત થઈ ગયો હતો. સ્થિર પડેલા સાપને જોઈને નિર્ભિક બનેલા લોકો તેને નાગદેવતા માનીને ઘી વગેરેથી પૂજવા લાગ્યા, પણ આથી તો જંગલની (૨૦૫)
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy