________________
એ વખતે ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થયું. અવધિજ્ઞાનના ઉપયોગથી તેણે જાણ્યું કે ત્રણ (૧૬૫) છે.
જ્ઞાનના ધણી પ્રભુને પણ લેખશાળામાં ભણવા માટે મોકલવામાં આવે છે. આથી તેને ભારે આશ્ચર્ય થયું. તીર્થકરના આત્માને વિદ્યા શીખવવી એ તો “મા પાસે મામાનું વર્ણન કરવા બરાબર છે કે સમુદ્રને મીઠાની ભેટ આપવા જેવી વાત છે.'
અજૈન શાસ્ત્રોમાં તપ કરતા ઋષિઓના ચિત્તને ઇન્દ્ર ચલિત કરે છે એવું સાંભળવા મળે છે. ઋષિ ખૂબ તપ કરે તો ઇન્દ્રનું આસન આંચકી લે, તે ભયથી ઋષિને તપમાંથી ચલિત કરવા માટે ઇન્દ્ર, ઉર્વશી કે અપ્સરાને ઋષિ પાસે મોકલે છે. જ્યારે અહીં ભગવાનનું પુણ્ય ઈન્દ્રના સિંહાસનને હું ચલિત કરે છે. પ્રભુનું સૂક્ષ્મ બળ ઇન્દ્રનાં સ્કૂલબળોને ચલિત કરે છે. પ્રભુનું પુણ્યતત્ત્વ એટલું જ ઉત્કૃષ્ટ હોય છે કે ધર્મમહાસત્તા પ્રભુની ચિંતા કરે છે.
વર્ધમાન નીચે બેસે અને પંડિત ઉપર બેસે તે કેમ બને? તેથી ધર્મમહાસત્તાએ ઇન્દ્રના આસનને છે ચલાયમાન કર્યું. આવો અવિવેક ન થાય તેટલા માટે ઇન્દ્ર વિપ્રનું રૂપ લઈને નીચે આવ્યો. ઇન્દ્ર છે.
જાણતા હતા કે જિનેશ્વરો તો ભણ્યા વગરના વિદ્યાવાન હોય છે, ધન વિનાના પરમેશ્વર છે, અને છે
આભૂષણ વિના ય મનોહર છે. ઇન્દ્ર પંડિતના ઘેર આવીને પ્રભુને પંડિતના આસન ઉપર બેસાડી છે આ દીધા અને પંડિતના પોતાના મનમાં જે સંદેહો હતા તે સંદેહો વિપ્રવેશધારી ઇન્દ્ર પ્રભુને પૂછવા છે (પ)
લાગ્યા. તે સાંભળીને લોકોને થયું કે આવા કઠિન પ્રશ્નોના ઉત્તર આ નાનકડો બાળ કેવી રીતે
દે
છે
,