________________
એ દિવસ સિદ્ધાર્થ રાજા દાન આપતા, અપાવતા અને ભેટોનો સ્વીકાર કરતા અને સ્વીકાર કરાવતા
(૧૬૦)
છે હતા.
કલ્પસૂત્રની દસ દિવસો
પાંચમી વાચનાઓ પહેલે દિવસે બધું મફત લેવાનું. દાણ-જકાત બધું માફ. કોઈનું મૂલ્ય ચૂકવવાનું નહીં. ગમે
વાચના તે વસ્તુ ગમે ત્યાંથી મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી.
(સવારે) બીજે દિવસે : કોઈ વસ્તુનું વજન કરવાનું નહી. કોઈને ત્યાં સિપાઈનો પ્રવેશ નહીં. કોઈને કાંઈ ભરવાનું નહીં. બધું દેવું રાજા ભરે. આ મહોત્સવમાં રાજા તથા રાણીએ હજારો જિનપ્રતિમાનાં પૂજન કર્યા અને કરાવ્યાં. અનેક પ્રકારનાં વધામણાં આપ્યાં અને લોકોને આનંદિત કર્યો.
ત્રીજે દિવસે ચંદ્ર-સૂર્ય દેખાડવાનો મહોત્સવ ઊજવ્યો. તે દિવસે ગૃહસ્થગુરુ અરિહંત પ્રભુની પ્રતિમા પાસે રૂપાની ચંદ્રમૂર્તિને પ્રતિષ્ઠિત કરીને, પૂજી વિધિપૂર્વક સ્થાપે છે ત્યાર પછી સ્નાન કરેલાં ઉત્તમ વસ્ત્રાભૂષણ પહેરેલા પ્રભુની માતાને અને તેના પુત્રને જ્યારે ચંદ્રનો ઉદય થાય ત્યારે જ પ્રત્યક્ષ ચંદ્રની સન્મુખ લઈ જઈને ચંદ્રનો મંત્ર ઉચ્ચારતાં ઉચ્ચારતાં ચંદ્રનું દર્શન કરાવ્યું. પછી પુત્ર છે સાથે માતા ગુરુને નમ્યા. ગુરુએ પણ ત્યારે આશીર્વાદ આપ્યા. આ પ્રમાણે સૂર્યનું પણ દર્શન , કરાવવામાં આવ્યું. આજે હવે સૂર્યચંદ્રનાં દર્શનને બદલે અરીસો બતાવવામાં આવે છે.]
છે (૧૬૦)