SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ કે વાપરે છે. આ શ્રીફળ વધેરવાની ક્રિયા પાછળ મહાન આશય છે. ધર્મના બધા યોગો મહાન છે. તેની આ (૧૪૨) છે. આ પાછળના વિજ્ઞાનને આપણે સમજવું જોઈએ. કલ્પસૂત્રની છે શ્રીળ વધેરવાની ક્રિયા પાછળનો ભાવ ચોથી વાચનાઓ પર્યુષણ પર્વના ત્રણ દિવસ સુધી વિવિધ કર્તવ્યો સાંભળીને ભાવુક આત્મા સરળ ને શુદ્ધ બને છે. વાચના છે ભગવાનના ગર્ભના અપહરણ વિષે, માતાને આવેલ ચૌદ સ્વપ્નો અંગે, તેના ફળ વિષે, ત્યાર (સવારે) છે બાદ ભગવાનની માતા પ્રત્યે ભક્તિ, માતાને થતું દુઃખ, માતાનો મોહ વગેરે સાંભળીને ભગવાનના છે જન્મ અંગે સાંભળવા ભાવુકજનો કેટલા ઉત્સુક બને ! કેવો ઉમંગ હૈયામાં હોય ! તે ભાવુક હૈયાને એક એક ચીજ મહાન લાગે એવું તેનું હૈયું તૈયાર થઈ જાય છે. પછી જ્યારે આવા ભગવાન છે ગર્ભની કાળી કોટડીમાંથી બહાર આવે ત્યારે કેટલો હર્ષ થાય? ભાવુકાત્માનું હૈયું બોલી ઊઠે કે, આ “હે ભગવાન ! તારા જન્મે તો વિશ્વના જીવમાત્રનું કલ્યાણ કર્યું છે. આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં તમે નિર્વાણ પામ્યા ! હે દેવાધિદેવ ! આપે શાસન સ્થાપવા દ્વારા સર્વનું કલ્યાણ કર્યું. આવા આ મહાન શાસન ઉપર કોઈ પણ આક્રમણ આવશે ત્યારે અમે અમારું માથું દઈને પણ તેનું જતન કરશું. આ વાત આજે જન્મ વાંચન સાંભળતાં જ શ્રીફળ ફોડીને વ્યક્ત કરશું કે શાસન ઉપરના છે (૧૪૨) આક્રમણ સામે લડત આપતી વખતે શ્રીફળની માફક અમારું માથું વધેરી નાંખશું.''
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy