________________
(૧૦૩)
છે સ્વપ્નોનું વર્ણન સાંભળતાં કદી કંટાળો ન આવે. ઊલટું, પ્રભુ પ્રત્યેના અગાધ પ્રેમના કારણે છે તેમની માતાને આવતાં સ્વપ્નોનું વર્ણન પણ ભારે ઉત્સુકતાથી સાંભળવાનું દિલ થાય. જ્યાં રસ ત્યાં છે ઉત્સુકતા. છે ક્રિકેટની કોમેન્ટ્રી રેડિયો ઉપર આવે ત્યારે બધા કેવા રેડિયો પકડીને બેસી જાય છે ! ખાવા( પીવાનું ત્યાં આવે, રસોડામાં જવાનું નહીં. કોઈ “આઉટ” થાય કે “સિક્સર' લગાવે તો તમે આ ચિચિયારીઓ પાડો. ક્રિકેટ જોવામાં જેટલો રસ પડે તેટલો જ રસ તેની કૉમેન્ટ્રી સાંભળવામાં
લોકોને પડે છે. “રન' જાણવાની કેટલી ઉત્સુકતા રહે છે? ગામમાં લોકોનાં ટોળેટોળાં વળે. એટલો જ બધો રસ પડે કે બીજી બધી પ્રવૃત્તિ બંધ કરી દેવાય છે. જેમાં રસ હોય તે સાંભળવાની લાલસા હોય. જ મા પોતાના બાબાનું વર્ણન કેવા રસથી કરે છે ! તેની માતાના ઉરમાં હરખ ન માય. તે કહે કે,
“અમે જોષી પાસે કુંડલી કઢાવી છે, અમારો બાબો મહાન થવાનો છે. વગેરે” એમાંય વળી પહેલો બાબો હોય તો તો જોઈ લો મજા ! જો મોહજનક બાબતમાં આટલો રસ પેદા થતો હોય તો ત્રિલોકનાથ - પરમાત્મા, તરણતારણહાર ભગવાન અંગેનું વર્ણન સાંભળવામાં કેવો રસ હોવો જોઈએ? છે જ્યારે જાગ્રત થયેલા ત્રિશલામાતાનાં સ્વપ્નોની વાત સાંભળીએ ત્યારે આપણને ઝોકાં આવે છે
ખરાં ? ગ્રંથકાર મહાવીર પ્રભના પરમ ભક્ત છે. તેમણે ત્રિશલાદેવીના શયનખંડનું વર્ણન પણ હું ઝીણવટભર્યું અને રસપ્રદ કર્યું છે!
(૧૦૩)