________________
આ પ્રમાણે તમામ પાત્ર - વસ્ત્રાદિન લીધા પછી સર્વ પ્રથમ તરપણી - લોટને દોરો નાંખવો અને ઝોળી ને એકબાજુ ગાંદ દેવી બાદ અંદર પ્રથમ ઢાંકણું મૂક્યા બાદ, પાત્રા મૂકવા હોય તો પાતરાં મૂકી બીજી ગાંઠ દેવી (સંઘટ્ટામાં લોટ તરાણીને દોરો નાંખવો કે ઝોળીને ગાંઠ મારવાની ક્રિયા કરવી બાદ “ઈરિયાવહિયા”પડિક્કમવી. પછી ઉભડક પગે બેઠાં ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!ઇરિયાવહિયં પડિક્કમામિ..? ઇચ્છે ઇચ્છામિ પડિક્કમિઉં....ઈરિયાવહિયા.. તસઉત્તરી.. અનન્દ.. ૧ લોગસ્સનો કાઉસ્સગ્ન ‘ચંદેસુ નિમ્મલયરા સુધી પ્રગટ લોગસ્સ.. પછી સંઘટ્ટામાં જે લેવાનું બાકી રહ્યું હોય તેવા વસ્ત્ર કાળી વિગેરે લેવા, નહીંતર દાંડાને ૧૦ બોલથી ત્રણવાર બોલવા પૂર્વક પડીલેહણ કરી દાંડો લઈ ઉભા થાય, દાંડો ડાબા પગના અંગુઠા ઉપર રાખી ડાબા હાથના અંગુઠા ઉપર ઠરાવીને, દાંડા સામે જમણો હાથ રાખી (જમણો હાથ અવળો રાખી થાપવાની મુન્દ્રાએ) ૧ નવકાર ગણી દાંડો થાપવો, પછી નીચે પ્રમાણે ઉભા ઉભા આદેશ માંગવા ઉભા ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ સંઘો સંદિસાઉં?‘ઇચ્છે' ઉભાખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ સંઘટ્ટો લેઉં? ‘ઇચ્છે' ઉભાખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ સંઘટ્ટો લેવાવણી કાઉસ્સગ્ન કરૂં? “ઇચ્છે' સંઘટ્ટો લેવાવણી કરેમિ કાઉસ્સગ્ગ.. અન્નત્થ. ૧ નવકારનો કાઉસ્સગ્ન ‘ણમો અરિહંતાણં' બોલ્યા વગર કાઉસગ્ગ પારી પ્રગટ નવકાર કહી પછી