________________
દાંડીધર : (“આવસિઆએ') પદ બોલ્યા વિના “મર્થીએણ વંદામિ” “ઇચ્છે' “આસજ્જ - આસજ્જ - આસજ્જ નિશીહિ”] ત્રણવાર બોલી પાટલી આગળ જઈ દાંડીધર: “નમો ખમાસમણાણ” કહી ઉભો રહે, (કાલગ્રહી : ખમાસમણ - ઇરિયાવહિયા - ૧ નવકારનો કાઉસ્સગ્ન મુહપત્તિ પડિલેહણ - વાંદણા બાદ... (કાલગ્રહી : “ઇચ્છાકારેણ સંદિસહ પભાઈકાલ પવેલું ? ખમાસમણ દેઈ કાલગ્રહી : “ઇચ્છકારિ સાહવો પભાઈ કાલ સુજે ?’’ બોલે ત્યારે) દાંડીધર તથા બીજા યોગીઓ ‘સુજે' કહે બાદ (કાલગ્રહી ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સજઝાય કરૂં....?” બોલી બેસવા માંડે ત્યારે) તેની સાથે દાંડીધર ખમાસમણ આપી જોડે બેસે પણ કાંઈ બોલે નહિ (કાલગ્રહી : “ધમ્મો મંગલની ૫ ગાથા બોલી રહ્યા બાદ) દાંડીધર ખમાસમણ : “ઇચ્છકારિ સાહવો દિૐ સુયં કિંચિ ?” એમ બોલે બીજા યોગી તથા કાલગ્રહી: ‘ન કિંચિં’ બોલે પછી દાંડીધર દાંડી જે હાથમાં છે તેને પાટલી ઉપર બીજી દાંડી આદિ કશું હાલે નહીં તેમ જાળવીને પાટલી પર મૂકે બને જણ સાથે ખમાસમણ જમણો હાથ જમીન ઉપર સ્થાપીને “અવિધિ - આશાતનાના મિચ્છામિ દુક્કડમ્' દઈ બંને જણ જમણો હાથ સવળો રાખી દાંડીધર પ્રગટપણે ૧ નવકાર ગણી પાટલી ઉત્થાપે..
ઇતિ દાંડીધર વિધિ સંપૂર્ણ.. |