________________
શ્રી દાંડીધરની વિધિ.. પૂર્વભૂમિકાની સુચનાઓ આગળ ‘કાલગ્રહીની વિધિમાં જણાવ્યા પ્રમાણે સમજવી.
સ્થાપનાચાર્યની સન્મુખ દાંડીધર (દક્ષિણ દિશા) ડાબા હાથે તથા કાલગ્રહી (ઉત્તર દિશા) જમણા હાથે ઉભા રહી ક્રિયાનો પ્રારંભ કરે. કાલગ્રહી કાજો લઈ ‘નાસિકા ચિંતવણી સાવધાન” બોલી રહે ત્યારે દાંડીધર પાટલી - બે દાંડી - મુહપત્તિ - તગડી સ્થાપનાજી પાસે ખુલ્લો મૂકે સર્વ પ્રથમ બંને જણ (દાંડીધર - કાલગ્રણીઓ સાથે ખમાસમણ આપે પછી દાંડીધર : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઈરિયાવહિયં પડિક્કમામિ ? (કાલગ્રહી : ‘પડિક્કમેહ')
ઇ” ઈચ્છામિ પડિક્કમિઉં.. ઇરિયાવહિયા.. તસ્સઉત્તરી.. અન્નત્થ.. ૧ લોગસ્સનો કાઉસ્સગ્ગ ‘ચંદે સુનિમલયરા. સુધી’ કાઉસ્સગ્ગ પારીપ્રગટ લોગસ્સ બોલે.. માત્રદાંડીધર ખમાસમણ દેઇ : “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!વસહિપઉં? (કાલગ્રહીઃ ‘પવેહ' કહે પછી)દાંડીધર ઇચ્છે' દાંડીધર ખમાસમણ દેઇ : ભગવદ્ ! સુદ્ધા વસહિ? (કાલગ્રહી : ‘તહત્તિ') પાટલી પાસે જઈ અનુક્રમે પાટલી ૨૫ બોલથી, મુહપત્તિ ૨૫ બોલથી, દાંડીઓ (બંને) ૧૦- ૧૦ બોલથી, તગડી ૪ બોલથી પડિલેહવી પછી પાટલી હાથમાં લઈ દાંડી વિગેરે નીચે ન પડે તેમ રાખી ઉભો થાય એટલે તે સમયે કાલગ્રહી દંડાસન લઇ ઉભા રહેવા જે જગ્યા પૂંજી આપે