________________
કાલગ્રહણ કેટલે સ્થાને ભાંગે ? ખમાસમણ દેતા ૧., પડીઅરૂં કહેતા ૨., વારવટું કહેતા ૩., સંદિસાવતાં ૪., લેતાં ૫., પવવતાં ૬, દાંડી લેતા ૭, દાંડી આપતાં ૮, દાંડી પડીલેહતાં ૯., દાંડી થાપતાં ૧૦, કાઉસગ્ગ માંહી ૧૧., કાઉસ્સગ્ન કરતાં ૧૨., કાઉસ્સગ્ગ પારતાં ૧૩., સઝાય પડિક્કમતા (સત્તરગાથા બોલતાં) ૧૪., કાલ પડિક્કમતાં (કાલ માંડલે જતાં-આવતા) ૧૫., કાલ માંડલું કરતાં ૧૬., પાટલી થાપતા ૧૭., આ ૧૭ સ્થાને છીંક આવે - સાંભળે, ગુ (વિસ્વર રૂદન) હોય, આઘો - પાછો અક્ષર ઉચ્ચરીયે, ફૂડો આદેશ વિ. માંગે તો કાલગ્રહણ જાય.. પરંતુ ૪ કાઉસ્સગ્ન વખતે (૧૭ ગાથા ૪ દિશામાં બોલી કરે તે) જો ફુગુ (કુતરૂં - બાળકનું રૂદન) હોય તો તેટલી વાર ઠેરી (સ્થિર રહેવું) જઈએ, ત્યાંથી આગળનો એકે અક્ષર ન ઉચ્ચરે અને કુંદન બંધ થયા પછી ત્યાંથી જ આગળ બોલે તો ભાંગે નહી.. ૧. કાલગ્રહીને કાંઈપણ અડે, ૨, પાટલીને કંઈ અડે, ૩. દાંડી પડે, ૪. કાલગ્રહી કે દાંડીધર બેમાંથી કોઈનો પણ ઓઘો - મુહપત્તિ પડે, ૫. આદેશમાં અક્ષર બેવડાય તો કાલ ભાંજે.. વાઘાઈ - અધ્ધરતિ - વિરતિ એ ત્રણ કાલ ભાંગે તો બીજી વાર ન લેવાય... પભાઈકાલ પદપ્રદાનના કારણવશાત્ ત્રણ ઠેકાણે અલગ-અલગ નુંતરા દીધા હોય તો તે સર્વે થઈ નવવાર લેવાય, બીજું ઠેકાણું પડીલેહ્યું ન હોય તો એક ઠેકાણે સાતવાર લેવાય.. પ્રવેશના દિને એક જ કાલગ્રહણ લેવાય છે. એક દિવસે એક કાલગ્રહણ લેવું હોય તો પભાઈ જ લેવાય.. એક થી વધારે કાલગ્રહણ લેવું હોય તો સવારે વિરતી તથા સાંજમાં વાઘાઈ કે અધરતિ લેવાય. ગમે તેટલા કાલગ્રહણ હોય તેમાં પભાઈ આવવું જરૂરી છે. પભાઈ સાથે જ અન્ય કાલગ્રહણ ગણાય..