________________
(શ્રી ઉપસ્થાપના - વડી દીક્ષાની વિધિ... સામગ્રીની યાદી : ૫ શ્રીફળ, પસાથીયા જેટલા ચોખા, ૫ દિપક, ૫ ધૂપ પાંચ નંગ - ૧૧ રૂા., પાંચ પાટલા, ચૌમુખજી ભગવાન, નાણ, (નાણ ઉપર બાંધવા) ચંદરવો નાણ શણગારવાના ફૂલો - મંગલ તોરણ – વધાવવાના અક્ષત વિ. પૂર્વ તૈયારી વ્રતધારી શ્રાવક કે સૌભાગ્યવતી શ્રાવિકા પાસે કરાવવી.. પૂજ્યશ્રીનું મુખ પૂર્વ દિશા સન્મુખ આવે તેમ પાટ મુકાવવી..
નૂતન દિક્ષીતનું મુખ ઇશાનમાં રહે તેમ કરવું.. •ઉત્તમ દ્રવ્યોથી નિર્મિત વાસક્ષેપ તૈયાર કરાવવો.. ૦નાણ મંડાવવી.. ગહૂલી-ધૂપ-દિપ કરાવી.. દિબંધ કરવો.. પદસ્થ ગુરૂવર્યની નિશ્રામાં તથા નંદી-મહાનિશીથ સૂત્ર પર્યંતના જોગ આરાધેલ સાધુ જ ક્રિયાના સૂત્રો બોલવાના અધિકારી છે.
- સુચનાસ્થાપનાચાર્યજી ખુલ્લાં રાખવાં.. - ક્રિયાકારક તથાસૂત્ર બોલનારનો ઓઘો સવારે બાંધેલો હોવો જોઈએ વડી દીક્ષાધારક - નૂતન દિક્ષીતને (સાધુ હોય તો) કપડો - કામળી દૂર કરાવવી સાધ્વીજી હોય તો માત્ર કામળી દૂર કરાવવી. આસનના છેડા ડાબી બાજુ રહે તેમ પ્રમાર્જના કરી પાથરવું. નૂતન દિક્ષીતને સવારનું પ્રતિક્રમણ - પડિલેહણની વિધિ કરાવ્યા બાદ સજઝાય કરાવવી નહી.. વડી દીક્ષા સ્થાનથી ચારે દિશામાં - ચારે તરફ ૧૦૦ - ૧૦ ડગલાં સુધી વસતીની તપાસ કરાવવી. તે ક્ષેત્રાદિમાં પંચેન્દ્રિયાદિનું ક્લેવર - હાડકાં -