________________
(૪) ખમાસમણ દઈ, ‘તુમ્હાણું પવઈએ સંદિસહ સાણં પવેએમિ?' ગુરુ-પવહ શિષ્ય -“ઇચ્છે'
અહીં સંઘમાં પહેલાં ચોખા વહેંચી દેવા. (ગુરુ મ0 દ્વારા મંત્રિત ‘ૐ હ્રીં હૂં ફૂટું વીરાય સ્વાહા' આ મંત્ર ૭, ૨૧, ૨૭, ૧૦૮ વાર બોલી મંત્રીત કરવાની પરંપરા પણ જોવા મળે છે. વાસક્ષેપવાળા ચોખાનો થાળ પહેલેથી તૈયાર કરી રાખવો) (૫) ખમાસમણ દઈ, ચારે દિશામાં નાણને ફરતાં ભગવાન સન્મુખ એક એક નવકાર ગણતાં ત્રણ પ્રદક્ષિણા દે. તેની શરૂઆતમાં ગુરુ મ0વાસક્ષેપ નાંખે. પછી શ્રી સંઘ દરેક પ્રદક્ષિણા સમયે વાસક્ષેપવાળા ચોખાથી વધારે. (પ્રદક્ષિણા સમયે ગૃહસ્થ વર્ગ મંગલગીતો ગાય - ઢોલ શહનાઈ વાગે.) (૬) ખમાસમણ દઈ‘તુમ્હાણું પવઈયં સાહૂણં પવઈયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ?' ગુરુ - કરેહ (૭) ખમાસમણ દઈ, “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સર્વવિરતિ સામાયિક સ્થિરીકરણાર્થ કરેમિ કાઉસ્સગ્ગ' અન્નત્થ૦ એક લોગસ્સનો કાઉસ્સગ્ન (સાગરવરગંભીરા સુધી) કરી, પારી,પ્રગટ લોગસ્સ કહી નાણને પડદો કરાવી સ્થાપનાજી સમક્ષ બે વાંદણા દેવડાવવા. પડદો લેવડાવી ભગવાન સન્મુખ ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે સંદિસાઉં?' ગુરુ સંદિસાહ’ શિષ્ય-ઇચ્છે' કહી ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!બેસણે ઠાઉં?” ગુરુ -‘ઠાવત' શિષ્ય -“ઇચ્છે' કહી અખમાસમણ દઈ, અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ' કહે ક પુસ્તકમાં જ્યાં ‘અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડમ્ આવે ત્યારે જમણો હાથ જમીન પર સ્થાપવા પૂર્વક તે પદ બોલવું