________________
આમાં દેવનારકીના ભવને નિશ્ચિત છે તેથી ભવનદ્વાર દેવનારકીનું કહે છે પણ મનુષ્ય તિયાના ભવને અનિશ્ચિત હોવાથી આ બે ગતિમાં ભવનદ્વારનું નિરૂપણ કરેલ નથી. બાકીના દ્વારનું ચારે ગતિમાં નિરૂપણ કરેલ છે. આમ ચારે ગતિની ઘણી ઘણી વિશિષ્ટ વાતનું આ ગ્રંથમાં પ્રતિપાદન હેઈ આ ગ્રંથ જૈન ધર્મના પદાર્થજ્ઞાનની પ્રાપ્તિ માટે ખૂબ જ મહત્ત્વ છે. વર્તમાનકાળમાં જૈન સંધમાં આ ગ્રંથનું અધ્યયન પૂજ્ય સાધુ, સાધ્વીજી મહારાજેમાં તથા કેટલાક શ્રાવકે વિગેરેમાં વ્યાપક બનેલ છે.
પ્રસ્તુત ગ્રંથનું સંશોધન ૫ પૂજ્ય સકલામ રહસ્યવેદી આચાર્ય ભગવંત શ્રી દાનસૂરીશ્વરજી મહારાજે (તે વખતે પંન્યાસજીશ્રી દાનવિજયજી ગણિવર્યા') કરેલું છે અને તેને ભાવનગરની શ્રી આત્માનંદ જૈન સભા તરફથી, આજથી ૭૧ વર્ષ પૂર્વે વિક્રમ સંવત ૧૯૭૩ માં પ્રકાશિત થયેલ છે. પૂજ્યપાદશીન તથા ઉક્ત સભાને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીને અત્યંત ઉપયોગી એવા આ ગ્રંથની એ જ પ્રત અત્યંત જીણું થઈ હોવાથી તથા હાલમાં અલભ્ય થઈ હોવાથી અમે પુનઃ પ્રકાશિત કરીએ છીએ.
પૂજ્યપાદ સંયમૈકલક્ષી સિધાંતમહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબની દિવ્યકૃપાથી તથા તેઓશ્રીના પટ્ટાલંકાર વર્ધમાનતનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરિ મહારાજ સાહેબના શિષ્યરત્ન સમતાસાગર સ્વ. પન્યાસજી શ્રી પદ્યવિજયજી ગણિવર્યાના શિષ્યરત્ન પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય હેમચંદ્રસૂરિ મહારાજ સાહેબ ના માર્ગદર્શન હેઠળ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા સાતક્ષેત્રની ભક્તિના કાર્યો યથાશક્તિ થઈ રહ્યા છે. તદનગતિ કૃતતિ નિમિત્તે અનેક ગ્રંથોના પ્રકાશને પણ ટ્રસ્ટ કરી રહ્યું છે.
પ્રસ્તુત ગ્રંથના અભ્યાસ દ્વારા સમ્યગુજ્ઞાનને પ્રાપ્ત કરી તે દ્વારા ચારિત્રને વિશુદ્ધ કરી મુમુક્ષુ આત્માએ શીઘ મુકિતને પામે એ જ એક માત્ર શુભાભિલાષા.
老次來采眾來來來來來來來※※※※※※※究