________________
उपासक
सानुवाद
એક ભાગ વેપારમાં એક ભાગ વ્યાજે અને એક ભાગ સ્થાયી નિધિ તરીકે રાખેલ છે. તે બધાની પાસે ગાયના ઘણા ગેકુલો છે. તે બધા વ્યવહારકુશલ ગૃહપતિ છે અને સમાજને દોરનારા છે. તેઓ રાજકાર્ય માં, સામાજિક કાર્ય માં તેમજ કુટુંબકાર્ય માં બધાને પૂછવા યોગ્ય સલાહ આપવા યંગ્ય છે. તે બધાને એક એક સ્ત્રી છે. પરંતુ મહાશતક નામના શ્રાવકને રેવતી પ્રમુખ તેર સ્ત્રીઓ છે. તે બધા શ્રમણ ભગવાન મહાવીરને ઉપદેશ સાંભળે છે અને તે તેઓને સત્ય લાગે છે. તેમાં તેની શ્રદ્ધા બેસે છે. તેઓ ભગવંતને સર્વ પરિગ્રહ અને ભાગેને ત્યાગ કરી અનગાર થવાની પોતાની અશક્તિ જણાવે છે, પરંતુ સમ્યફવમૂલ બાર વ્રત ગ્રહણ કરવાને ઈ છે છે. ભગવંત પણ ઇરછા પ્રમાણે કરવાનું કહે છે. તેઓ ભગવાન્ મહાવીર પાસેથી પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ શ્રાવકના બાર તે ગ્રહણ કરે છે અને મહાવીરને વંદન નમસ્કાર કરી પોતાને ઘેર જાય છે. ઘેર આવીને પોતાની સ્ત્રીને એ વાત જણાવે છે અને તેને પણ ભગવાન્ મહાવીર પાસે ધર્મ સાંભળવા મોકલે છે અને તે પણ ધર્મ સાંભળી તેની રુચિ થવાથી બાર વત ગ્રહણ કરી શ્રમણે પાસિકા થાય છે. એ પ્રમાણે બધા શ્રાવક ચૌઢ વરસ પર્યન્ત વ્રતનું પાલન કરે છે અને પંદરમાં વરસમાં કેઈ રાત્રે ધર્મજાગરણ કરતા તેઓને વિચાર થાય છે કે આ પ્રમાણે પ્રવૃત્તિના વિક્ષેપ વડે ભગવંત મહાવીરે ઉપશેલ ધર્મ યથાર્થ પણે સાધી શકાતો નથી, માટે કુટુંબને ભાર જયેષ્ઠ પુત્રને સેપી પોતાના સ્વજન સંબન્ધીની રજા લઈ પિષધશાલામાં જઈ ડાભના સંથારા ઉપર બેસી ભગવાન મહાવીરે કહેલી ધમ પ્રજ્ઞપ્તિને સ્વીકાર કરીને રહે છે. તે પછી તે બધા શ્રાવકો અગિયાર શ્રાવકની પ્રતિમાઓને સ્વીકારી તેનું યથાર્થ પણે પાલન કરે છે અને તેવા પ્રકારની ખૂ બ તપસ્યા કરવા વડે તે એનું શરીર કૃશ થઈ જાય છે. છેવટે મારણતિક સંલેખન કરી ભક્ત પાનનું પ્રત્યાખ્યાન કરે છે અને વિશુદ્ધ પરિણામ વડે તેઓને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે એક માસ પૂરો કરી કાળ ધર્મ પામી બધા દેવલોકમાં જાય છે અને ત્યાંથી બધા મહાવિદેહ ક્ષેત્રમાં