________________
ઉપાસકદશાંગ સાનુવાદ | ૧૫૦ |
૩. વાણિજ્ય ગ્રામને વિષે પ્રથમ, બે શ્રાવકો ચમ્પાનગરીમાં ૨-૩, વારાણસીમાં ૪ થે, આલભિકા નગરીમાં પમે, કપીલપુરમાં ૬ઠ્ઠો, પિલાસપુરમાં ૭મે, રાજગૃહમાં ૮, અને બે શ્રાવક શ્રાવસ્તી નગરીમાં થયા. એ ઉપાસકેના-શ્રાવકના નગર જાણવા છે.
શિવનન્દા, ભદ્રા, શ્યામા, ધન્યા, બહુલા, પુષ્યા, અગ્નિમિત્રા, રેવતી, અશ્વિની, અને ફાગુની એ દસ શ્રાવકની ભાર્યાના અનુક્રમે નામ છે.
અવધિજ્ઞાન ૧, પિશાચ ૨, માતા ૩, વ્યાધિ ૪, ધન ૫, ઉત્તરીય વસ્ત્ર ૬, સુત્રતા સુંદર આચારવાળી ભાર્યા ૭, અને દુર્વતા દુરાચારવાળી ભાર્યા ઉપસર્ગોના નિમિત્તે છે. અને છેલા બે શ્રાવક ઉપસર્ગરહિત છે.
એ દસે શ્રાવકની ઉત્પત્તિ અનુક્રમે અરુગુ, અરુણામ, અરુણપ્રભ, અરુણકાન્ત અરુણશિષ્ટ, છઠ્ઠ અરુણ ધ્વજ, અરુણુભૂત, અરુણુવતંસક, અરુણુગવ અને અરુણકિલ વિમાનને વિશે થઈ છે.
ચાલીશ, સાઠ, એસી, સાઠ, સાઠ, સાઠ, દસ, એંસી, ચાળીશ, અને ચાલીસ એટલા હજાર ગાયના જ અનુક્રમે જાણવા.
પહેલા આનન્દ શ્રાવકને બાર હિરણ્યકોટિ, બીજા શ્રાવકને અઢાર, ત્રીજાને ચાવીશ, અને પછી ચોથા, પાંચમા અને છઠ્ઠા એ ત્રણ શ્રાવકને અઢાર અઢાર કટી, સતિમાને ત્રણ કોટી, આઠમાને ચોવીશ કોટિ અને નવમાં તથા દસમાં શ્રાવકને બાર બાર હિરણ્યકોટિ દ્રવ્ય છે.