________________
ત્યાં આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન નમસ્કાર કરે છે. વંદન નમસ્કાર કરીને સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિહરે છે. તે પછી શ્રમણ ભગવાન મહાવીર અન્ય કઈ દિવસે બહારના દેશમાં વિહરે છે.
ત્યાર બાદ મહાશતક શ્રમણોપાસક ઘણુ શીલ વ્રત વગેરે વડે યાવત્ આત્માને ભાવિત કરતે વીશ વરસ સુધી શ્રમણોપાસક પર્યાયને પાળીને અગિયાર ઉપાસક પ્રતિમાઓને કાયા વડે સ્પેશીને માસિક સંલેખના વડે આત્માને કૃશ કરી સાઠ ભક્ત અનશન વડે વ્યતીત કરી આલોચના અને પ્રતિક્રમણ કરી સમાધિને પ્રાપ્ત થઈ મરણ સમયે કાળ કરીને સૌધર્મ દેવલોકમાં અરુણુવતંસક વિમાનને વિશે દેવ થયા. તેની ચાર પોપમની સ્થિતિ છે. તે મહાવિદેહ ક્ષેત્રને વિશે સિદ્ધ થશે. નિક્ષેપ કહે.
સાતમા ઉપાસકદશાંગના આઠમાં અધ્યયનને અનુવાદ સમાપ્ત,
૮ મહાશતક | અધ્યયન [ ૧૪૭