________________
મહાપ છે. હે દેવાનુપ્રિય ! શા હેતુથી યાવત્ મહાગેપ કહેવાય છે? હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવાન મહાવીર સંસારાટવીમાં નાશ પામતા, વિનાશ પામતા, ભક્ષણ કરાતા, છેદાતા, ભેદાતા, લુપ્ત થતા, વિલુપ્ત થતા ઘણુ જીવને (ગાયની પેઠે) ધર્મરૂપ દંડ વડે સંરક્ષણ કરતા, સંગેપન (બચાવ) કરતા નિર્વાણુરૂપ મહા વાડામાં પોતાના હાથે પહોંચાડે છે, તે હેતુથી હે સદાલપુત્ર ! એમ કહેવાય છે કે “શ્રમણ ભગવાન મહાવીર મહાગોપ છે.”
હે દેવાનુપ્રિય ! અહીં મહાસાર્થવાહ આવ્યા હતા ? હે દેવાનુપ્રિય ! મહાસાર્થવાહ કોણ છે ? સદ્દાલપુત્ર ! શ્રમણ ભગવાન મહાવીર મહાસાર્થવાહ છે. શા હેતુથી એમ કહો છો ? હે દેવાનુપ્રિય ! એ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર સંસારાટવીમાં નાશ પામતા, વિનાશ પામતા, યાવતું વિલુપ્ત થતા ઘણુ જીવોને ધર્મમય માગ વડે સંરક્ષણ કરતા નિર્વાણ રૂપ મહાપટ્ટણનગરના સમુખ પિતાના હાથે પહોંચાડે છે, તે હેતુથી હે સટ્ટાલપુત્ર ! એમ શ્રમણ ભગવાન મહાવીર મહાસાર્થવાહ કહેવાય છે.
બીજા પુસ્તકમાં મહાસાર્થવાહના આલાપક–પાઠ પછી આ બી પાઠ કહે છે-“હે દેવાનુપ્રિય ! અહીં મહાધર્મકથી આવ્યા હતા? હે દેવાનુપ્રિય ! કોણ મહાધર્મકથી છે? શ્રમણ ભગવાન મહાવીર મહાધર્મકથી છે ? શા હેતુથી શ્રમણ ભગવાન મહાવીર મહાધર્મકથી છે ? હે સદાલપુત્ર ! શ્રમણ ભગવાન મહાવીર અત્યન્ત મોટા સંસારને વિશે નાશ પામતા, યાવત્ વિશેષ પામતા, ઉન્માર્ગને પ્રાપ્ત થયેલા, સમાર્ગથી દૂર ગયેલા, મિથ્યાત્વના બલ વડે પરાભવ પામેલા, આઠ પ્રકારના કર્મ રૂપ અન્ધકારના પટલ-સમૂહ વડે ઢંકાયેલા ઘણુ જેને ઘણા અર્થો, હેતુઓ,
Kક સદ્દાલપુત્ર *અધ્યયન * ! ૧૨૯