________________
WWWXXXXXX
આત્મ પરિણામ વડે ગૃહસ્થાવાસથી અનગારિતા-સાધુપણાને પ્રાપ્ત થયેલાને સર્વથા પ્રાણાતિપાતથી વિરમણ, એ પ્રમાણે મૃષાવાદ, અદત્તાન, મૈથુન, પરિગ્રહ અને રાત્રિભોજનથી વિરમણ કરવા રૂપ જાણુ. હે આયુશ્મન્ ! આ અનગાર સામાયિક ધર્મ કહ્યો છે. એ ધર્મની શિક્ષા-સમજ અને આચરણ કરવામાં તત્પર થયેલા નિર્ગથ-અને નિર્ગથી–સાવી વિહરતા આજ્ઞાના આરાધક થાય છે. અગારધામ-ગૃહસ્થધામ બાર પ્રકારને કહેલ છે. તે આ પ્રમાણે—પાંચ અણુવ્રત, ત્રણ ગુગુત્રત અને ચાર શિક્ષાત્રત. પાંચ અણુવ્રત આ પ્રમાણે છે–૧ સ્થૂલ પ્રાણાતિપાતથી વિરમણ, ૨ એમ સ્થૂલ મૃષાવાદથી, વિરમણ, ૩ સ્થૂલ અદત્તાદાનથી વિરમણ, ૪ સ્વાદારસંતોષ અને ૫ ઈચ્છાપરિમાણ. ત્રણ ગુણુવ્રત આ પ્રમાણે છે–૧ અનર્થદંડવિરમણ, ૨ દિશાવત અને ૩ ઉપગપરિગપરિમાણ. ચાર શિક્ષાવત છે, તે આ પ્રમાણે–૧ સામાયિક, ૨ દેશાવકાશિક, ૩ પિષધોપવાસ અને ૪ અતિથિસંવિભાગ. ત્યારબાદ અપશ્ચિમમારણાતિકસંલેખના-શરીર અને કષાયાદિને કૃશ કરનાર તપ વિશેષનું જુવણા રાધના, એટલે સૌથી છેલે મરણતે સંલેખનાનપવિશેષનું જુષણસેવન કરવું. પાંચ અણુવ્રતના ઉપકારક વ્રત તે ગુણવત કહેવાય છે અને જે શિક્ષા-પુનઃ પુનઃ આચરવા ગ્ય તે શિક્ષાવ્રત કહેવાય છે. આયુષ્મન ! આ આગાંરસામાયિક ધર્મ કહ્યો છે. આ ધર્મની શિક્ષા-સમજ અને આચરણમાં તત્પર થયેલ શ્રાવક અને શ્રાવિકા વિહરતા આજ્ઞાના આરાધક થાય છે.
ત્યાર બાદ અત્યન્ત મોટી મનુષ્યની પરિષઃ શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ધર્મ સાંભળીને, અવધારીને હુષ્ટપ્રસન્ન હૃદયવાળી થઈને ઊઠે છે, ઊઠીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર આદક્ષિણ-જમણી બાજુથી પ્રદક્ષિણા કરે છે, પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર કરે છે. વંદન નમસ્કાર કરીને કેટલાએક મુંડ થઈને ગૃહવાસથી સાધુપણાને
૨ કામદેવ અધ્યયન || ૯
જ