________________
ઉપાશકદશાંગ સાનુવાદ
૨૨ |
કરવા. અહી આ તાત્પર્ય છે-“સ્વદારસંતોષીને બીજાના વિવાહ કરવા વડે મૈથુનમાં પ્રેરણા કરવી અયોગ્ય છે, કારણ કે વિશિષ્ટ વિરતિવાળા છે, એમ નહિ જાણનારને પરોપકાર કરવાની તત્પરતા વડે આ અતિચાર છે. ૫ “કામગતિવાભિલાસે’ કામગતીત્રાભિલાષ-શબ્દ અને રુપ કામ છે અને ગબ્ધ, રસ અને સ્પર્શ ભાગ છે, તેમાં તીત્રાભિલાષઉત્કટ ઈચ્છા, તાત્પર્ય આ છે સ્વદારસંતોષી વિશિષ્ટ વિરતિવાળે છે અને તેને તેટલું જ મૈથુનસેવન કરવું ઉચિત છે કે જેટલા વડે વેદના ઉદયથી થયેલી ઈચ્છા શાન્ત થાય, પરંતુ જે વાજિકરણાદિ વડે અથવા કામશાસ્ત્રમાં બતાવેલા પ્રયોગ વડે અધિક ઈરછા ઉત્પન્ન કરીને સુરત સુખને ઈરછે છે તે પરમાર્થથી થુનવિરમણ વ્રતને મલિન કરે છે, કો બુદ્ધિમાન મનુષ્ય મામા-ખરજના વ્યાધિને ઉત્પન્ન કરીને અનિના આશ્રયજન્ય સુખને ઈ છે ? માટે કામભગતીત્રાભિલાષ અતિચારરુપ છે.
૨, અતિક્રમ–જેનું પ્રત્યાખ્યાન કર્યું છે તેને કરવાનો સંકલ્પ કરવો, વ્યતિક્રમ-તે કરવાનું પગલું ભરવું, અતિચાર-તે વસ્તુને ગ્રહણ કરવી, અને ૪ અનાચાર–તેનું આચરણ કરવું. ઠાણાંગ સૂત્રની ટીકામાં આધાકદિને આશ્રયી અતિક્રમાદિ બતાવ્યા છે— “આહાકશ્મામતણુપડિસુણમાણે અઈક્રમો હોઈ પયભેયાદિ વડક્કમ ગતિએ તઈએયર ગિલિએ”
જ્યારે આધાકર્મનું આમંત્રણ કબુલ રાખે ત્યારે અતિક્રમ, પગલું ભરે ઈત્યાદિમાં વ્યક્તિકમ, આધાકને ગ્રહણ કરે ત્યારે અતિચાર અને ખાય ત્યારે અનાચાર થાય છે. જુઓ સ્થાનાંગ પા. ૧૫૯