________________
રથને જોડી રથ ચલાવ્યો. થોડા આગળ ગયા પછી શંકિત રાજાએ પાછળ જોયું તો તેની શંકાને લીધે પ્રતિમાજી વડના વૃક્ષ નીચે જમીનથી સાત હાથ ઊંચે સ્થિર થઈ ગયા. તે ત્યાંથી ચલિત થયા નહીં. આ દિવ્ય પ્રતિમાજી અંતરિક્ષ પાર્શ્વનાથ' નામે પ્રસિદ્ધ થયા. શ્રી સંધે ત્યાં ભવ્ય જિનપ્રાસાદનું નિર્માણ કર્યું. એમાં વિ.સં.૧૧૪૨ના મહાસુદ ૫ના મન્નધારી શ્રી અભયદેવસૂરિના પુનિત હસ્તે આ પ્રભાવક પ્રતિમાજીની પ્રતિષ્ઠા થઈ. કહેવાય છે કે આ પ્રતિમાજી નીચેથી ઘોડેસ્વાર પસાર થઈ જતો હતો. દૂષિત કાળના પ્રભાવથી હવે માત્ર અંગભૂંછણું પસાર થાય એટલી જ અદ્ધર રહી છે.
અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી કલ્યાણસાગરસૂરિ મ. સા. એ આ સ્તોત્રની રચના કરી છે.
વિથિકારોને સૂચન:
(૧) આ મહાપૂજન ભણાવતી વખતે અનુકૂળતા હોય તો કુંભસ્થાપના-દીપકસ્થાપના જરૂરથી કરવી. એ અંગેની | વિધિ બીજી પ્રતોમાંથી મેળવી લેવી. (૨) પ્રથમ વલયમાં અષ્ટપ્રકારી પૂજાની શરૂઆત થાય ત્યારે પાંચ સ્તવનો પાશ્વનાથ ભગવાનના બોલાય તે પ્રમાણે લક્ષ રાખવો. (૩) પૂજનની સામગ્રી બહુ જ મર્યાદિત રાખવામાં આવી છે. છતાં પૂજન કરાવનારને ફળ-નૈવેધ વિગેરે વિશેષ લાવવાની ભાવના થાય તો લાવી શકે છે. (૪) આ પૂજનમાં આપવામાં આવેલી વિશિષ્ટ ગ્રહની પૂજા કરાવવી.
અમારા ફાઉન્ડેશનની હજી શરૂઆત છે. અને મહાપૂજનોને પ્રકાશિત કરવાનો મોકો અમોને પ્રાપ્ત થયો છે, એ અમારું પરમ સૌભાગ્ય છે. પૂજ્ય ગુરુ ભગવંતોના અમે ઋણી છીએ.
લી. શા સોમચંદ ભાણજી લાલકાના જય જિનેન્દ્ર
મે. ટ્રસ્ટી, શ્રી ચા. ફા. ચે. ટ્રસ્ટ
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ મહાપૂજનવિધિ/૪