________________
कल्पसूसूत्र
114 11
એ પછી આવી મુદ્રણને લગતી વ્યવસ્થાની વાત. પણ એ માટે અમારે કશી જ ફિકર કરવી નથી પડી. અમદાવાદના મુખ્યાત પુસ્તક પ્રકાશક ભાઈ શ્રી જસવ'તલાલ ગિરધરલાલ શાહે આ અંગેની કાગળ ખરીવાથી માંડીને પ્રતિ સંપૂર્ણ છપાઈ ને તૈયાર થાય ત્યાં સુધીની તમામ જવાબદારી ઊલટભેર સ્વીકારી લઈને તેમજ પોતાની નાદુરસ્ત તબિયતે પણ તેને સાંગાપાંગ પાર ઊતારીને અમને નિશ્ચિત કર્યા છે,
પૂજ્ય આચાર્ય મહારાજની પ્રેરણાથી માંડીને બુક-બાઇન્ડરના પરિશ્રમ સુધીની પ્રક્રિયાનાં ફળસ્વરૂપે, અમારી ધારણા પ્રમાણે જ, સ. ૨૦૩૬ના મંગલકારી શ્રી પણા મહાપના અવસરે, અમે આ શ્રી પસૂત્રની પ્રતિ, શ્રીસંધના કરકમલમાં સુપ્રત કરી રહ્યા છીએ, જે અમારા માટે એક ધન્ય અનુભવ છે,
આ પ્રતિનાં પુનર્મુદ્રણના અવસરે દે. લા. ફંડ તરફથી મુદ્રિત મૂળ પ્રતિ ઉપરાંત અન્યાન્ય ત્રણ મુદ્રિત પ્રતિના પાઠા સરખાવીને મૂળ પાઠને વધુમાં વધુ શુદ્ધ રાખવાની કાળજી લેવાઈ છે. વળી, જ્યાં જ્યાં એકસરખા પાઠા વારંવાર આવે, ત્યાં મૂળ પ્રતિમાં ‘~’ કે ‘૨’ એવાં ચિહ્નોથી કામ ચલાવાયુ છે. આ સસ્કરણમાં મહદંશે તે સ્થાનાએ પૂરો પાઠ મૂકી દેવાના પ્રયત્ન કર્યા છે. વળી, સ્વમ આદિના વણુકામાં જ્યાં જ્યાં સમાસપ્રચુર વાક્યો છે, ત્યાં વ્યાકરણાદિના દોષ ન સર્જાય તે રીતે, આડા દંડ (Dash)નાં ચિહ્નો મૂકી દીધાં છે, જેથી બાળ— વૃદ્ધાદિ મુનિરાજોને પણ વાંચવામાં અનુકૂળતા રહે. આ બધુ' અને પ્રશ્ન સંશાધનાદિ સ્વરૂપ સપાદન કાર્ય. પ. પૂ.
भूमिका
॥ 、 |