________________
दीपालिका॥ ૧ ॥
ULTURE
વિધિથી અનતી તમામ ખત્રીશ પ્રકારના શાકો અને તેત્રીશ પ્રકારના ભોજનો (ભોજ્ય) ની રસવતીના અતીવ સુસ્વાદવાળાં ફળાદિ જે ભોજ્યમાં અપરિમિત શ્રેષ્ઠ-સ્વાદવાળાં ખાવામાં મીઠાં અને મધુર, પાચનમાં હલકાં અને સત્વ-શીલવાળાં જે ઇન્દ્રિય અને અલ પુષ્ટિના હેતુ રૂપ હોય છે.
ખ્યાદિ ચુક્ત
૮-મથંગ-વિવિધ પ્રકારના સુંદર આભૂષણોમાં કારણ, આ કલ્પ–વૃક્ષોના ફળો તથા પ્રકારના સ્વભાવથી રત્ન-મોતી-મણી-સુવર્ણચૂડામણી મુગટ-કુંડલ-હાર-અર્ધહાર-અહિરખાં કંકણ ઝુમકાસહીત કંદોરો મુદ્રિકા નપૂર આદિ ભાત ભાતના આભૂષણો આપે છે.
-ગેહાકાર-વિવિધ પ્રકારના નિવાસરૂપ પ્રાસાદો આપે છે. આ કલ્પ-વૃક્ષો તથા પ્રકારના સ્વભાવથીજ નાના પ્રકારના ગોળ-ત્રીકોણ-ચતુષ્કોણાદિના આકારે કોટ-પ્રકાર-ઝરૂખા સુખપૂર્વકચઢવા ઉતરવાને માટે પગથીઆ નાના પ્રકારની કારીગરીવાલા ખારી ખારણા અનેક ગુપ્ત અને પ્રગટ શ્રેષ્ઠ ઓરડા અને ચિત્ર વિચિત્ર ભોંયતલીયા વડે યુક્ત ચંદ્રમાની માફક ઉજ્વલ વિચિત્ર ચિત્રો વડે શુશોભિત ભીતો સર્વ ઋતુમાં સુખને આપે તેવા એકાદિ અનેક માળવાલા પ્રાસાદ બંગલા હવેલીઓ સુખ પૂર્વક પ્રવેશ નિર્ગમ ચઢવું ઉતરવા સહીત રંગબેરંગી સુંદર મહેલો જ્યારે યુગલિઆને આરામ કરવો હોય ત્યારે તેનો આશ્રય લે છે. આ કલ્પ-વૃક્ષો ફળ રૂપ પરિણમન પામેલ ન સમજવા, કિન્તુ સ્વયં વૃક્ષ-ગૃહાકારે જાણવું સમજવું.
૧૦-અનિયત–આ નવ પ્રકારના કલ્પ–વૃક્ષોથી અતિરિક્ત છે, જે વજ્ર આસન શય્યાદિ વિવિધ પદાર્થોને આપે આ કલ્પ-વૃક્ષોના ફળો નાના દેશો. ત્પન્ન વઓના ભેદો જે મન ચક્ષુઃ અને શરીરને સુખ આપે તેનાથી પણ અધિક તથાવિધ દેવદૃષ્ય આદિ ઉત્તમ જાતિના રંગબેરંગી અતિ સૂક્ષ્મ સુક્રોમલ નિર્મલ વસ્ત્રરૂપે સ્વભાવિક પરિણામ પામે છે. તેમજ આસન શય્યાદિ આપે છે.
આ કલ્પ-વૃક્ષો વનસ્પતિ કાય હોય (કારણ કેઅપદેષુ કલ્પવૃક્ષ ) છે. આ દશ પ્રકારના કલ્પ-વૃક્ષો પ્રવચનસારોદ્વાર, ભાવલોકપ્રકાશ, તથા ક્ષેત્રસમાસાદિ ગ્રન્થોથી દેવાધિષ્ઠિત હોતા નથી, કિન્તુ સ્વભાવિક તથા પ્રકારના કાલાદિ પરિણામવાળા છે. દરેક જાતિના કલ્પ વૃક્ષો સ્થાને સ્થાને અનેકાનેક હોય છે. પણ એકાદિ જાતિવાળા હોતા નથી. કલ્પ-ગૃહા સિવાય વર્તમાન જાતિના અશોક-ચમ્પક-પુન્નાગ—પિયંગુઆમ્રાદિના ઝાડો ઠેર ઠેર નાના પ્રકારના હોય છે. “(પૂર્વ શ્રીદાનસૂરિમાં૦ ના॰ પ્રશ્નોત્તર ભા॰ ૧, પાને ૧૮, પ્ર૦ ૩ર-કલ્પવૃક્ષ, ચિન્તામણિરત્નઆદિ ઉત્તમવસ્તુઓ
कल्पः
||॥ ૧ ॥