________________
'પ્રવચનકાર : પૂજ્યપાદ આચાર્યદિવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા)
જ શ્રી દ્વાદશાંગીનો સાર : શ્રી આચારાંગ સૂત્ર ભગવાન શ્રી ક્લેિશ્યર દેવના શાસનમાં દ્વાદશાંગી પૈકીનું પહેલામાં પહેલું અંગસૂત્ર, એ આ શ્રી આચારાંગ છે. શ્રી આચારાંગસૂત્ર એ ચરણકરાનુયોગનું પ્રઘાન અંગ છે. આ વર્તમાન શ્રી આચારાંગસૂત્રના મૂળના (અર્થથી) કહેનાર શ્રમણ ભગવાન મહાવીરદેવ છે. તેના (સૂત્રથી) રચનાર ભગવાન શ્રી મહાવીરદેવના પાંચમા ગણઘરદેવ શ્રી સુઘર્માસ્વામીજી છે. તેની નિર્યુક્તિના રચયિતા શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી છે અને ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિ છે.
શ્રી નેશ્વરદેવના શાસનમાં આચાર વિના મુક્તિ નથી. જ્ઞાન પણ આચાર હોય તો ફળે. વિરતિ વિનાના જ્ઞાનને | શાસ્ત્રકારે બહુ ભયંકર ઉપમા આપી છે. આખી દ્વાદશાંગીનો સાર આચાર છે; એમ નિર્યુક્તિકાર મહર્ષિ ફરમાવે છે.
શ્રી આચારાગ સૂત્રનો સાર ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી શ્રી આચારાંગ સૂત્રના આરંભમાં મંગલાચરણામાં તીર્થની પ્રશંસા કરતાં ફરમાવી ગયા કે આ તીર્થ ક્યવંતુ વર્તે છે. એનો કદી પરાજ્ય થયો નથી, થતો નથી અને થવાનો પણ નથી. શાથી? એકે એક અયોગ્ય વિચારનો એમાંથી બહિષ્કાર છે અને એકે એક યોગ્ય વિચારને ત્યાં સ્થાન છે. ખરાબ વિચાર એમાં એક પણ નથી અને કોઈ પણ સારો વિચાર એમાં નથી-એમ પણ નથી. તેના સિદ્ધાંતો અનેક અપેક્ષાએ એવી રીતે સિદ્ધ થયેલા છે કે એનું હૃદયપૂર્વક સેવન કરનાર કર્મમલથી શુદ્ધ બની મુક્તિ પદને મેળવે જ! એટલા માટે જ એ તીર્થ સદાકાલ રહેવા માટે સર્જાયેલું છે. એની wાતમાં જોડી પણ નથી અને માટે જ સઘળા ઉન્નેäરોએ શરૂઆતમાં એને નમસ્કાર કરેલ છે. તીર્થકરો પણ એને નમે છે કારણ કે એ અનુપમ છે, શાશ્વત છે ! માટે જ વખતોવખત કહેવામાં આવે છે કે - તીર્થ પામ્યા બાદ એને સાચવવાની, એનું રક્ષણ કરવાની જોખમદારી ઘણી મોટી છે. એ પામ્યા બાદ આખા જીવનનો પલટો થવો જોઈએ. આ તીર્થના સેવકની એં ફરજ છે કે એક પણ અયોગ્ય વિચારને ટકવા ન દેવો, એક પણ ચોગ્ય વિચારના સ્વીકારમાં આનાકાની ન કરવી. | તીર્થ સદેવ જયવંતુ છે એમાંતો શંકા નથી, ભલે શ્વવંતુ છે છતાં તીર્થનો સેવક એની રક્ષા માટે પ્રયત્ન ન કરે ? જો પ્રયત્ન ન કરે તો શાસન જીવતે છતે પણ તીર્થનો સેવક તો રક્ષક ન જ કહેવાય.