________________
કિસ ક્રમિક શિક્ષણ
પરવડે જ નહિ. છેવટે રસ્તે કાઢતાં પત્નીએ કહ્યું, “એક દિવસ હું ઉપવાસ કરું, એક GR દિવસ તમે ઉપવાસ કરે. આમ સાધર્મિક ભક્તિનો ઉત્તમ લાભ લઈ શકાય. તેમાં વધુ
કમાવવા વગેરેનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહિ થાય.” - પુણીઆ શ્રાવકે ધર્મપત્નીની સલાહ વધાવી લીધી અને એકાંતરે ઉપવાસ કરીને સાધર્મિક ભકિતનું કાર્ય શરૂ કરી દીધું.
“જ્યાં આભ ફાટયું છે, ત્યાં થીગડું ક્યાં દેવાય.” આમ બોલવા કરતાં એક કુટુંબ તે હજી સાચવે. દરેક સુખી માણસ એટલું કરે તો ય કેટલા બધાનું ભલું થશે? શ્રીમંતે ઘણું છે એક શ્રીમંત, એક કુટુંબને સાચવે તે ય કામ થઈ જાય. ભયંકર ગરીબી છે, તેની સામે છે સમૃદ્ધિ પણ ભરપૂર પડેલી છે. તે બન્નેને પરસ્પર વિનિયોગ થાય તો ઉત્તમ કામ થઈ જાય.
(૧૦) જગડુશાહ-વીરધવલ પછી વિશળદેવ થઈ ગયા. એક વખત ભયંકર દુકાળ પડયો. દસ જગડુશાહે લગાતાર ત્રણે ય વર્ષ સુધી દાનશાળાઓ ચલાવી. જગડની દાન આપવાની રીત | જ અનોખી હતી. વચ્ચે આડો પડદો રાખે. અંદર જગડુશાહ બેસે. બહારથી લેનારનો હાથ જ દેખાય. આથી લેનારને શરમ ન લાગે. સંકોચ ન થાય. “ જમણો હાથ જે આપે તે ડાબે હાથ ન જાણે” આવી રીતે દાન આપવું જોઈએ.