________________
જેના વિશે સાંભળ્યું છે. એવા સોમચંદ શેઠ ઉપર રડતી આંખે સદાચંદ શેઠે હુંડી લખી આપી અને ફકત બે પક્ષ આંસુએ કામ કર્યું. આવી હતી આપણી સાધર્મિક ભકિત.
(૮) સાંતનુ-ભગવાન મહાવીરદેવ જ્યારે વિદ્યમાન હતા. ત્યારે સાંતનુ નામે પુણ્યશાળી શ્રાવક વસતે હતો. તેની પત્નીનું નામ કુછ દેવી હતું. તે જ નગરમાં બીજા એક જિનદાસ નામે શેઠ હતા. સાંતનુ અને જિનદાસ બન્ને સંઘના આગેવાન હતા. બન્ને એક જ ગાદીએ બેસનારા હતા, પણ સાંતનુના દુકર્મોનો ઉદય થયો. તેનું નસીબ ફર્યું. ધંધો પડી ભાંગ્યો. વખત એવો આવ્યો કે છેવટે ખાવાના પણ સાંસા પડવા લાગ્યા. દિવસો ઉપર દિવસે ખરાબ જવા માંડ્યા. હવે કરવું શું ? જ્યાં ત્યાં ફાંફા ન મરાય. એક વખત રાત્રે તેની પત્ની સાથે તે વિચારવા લાગ્યો કે હવે શું કરવું ! રડવું? મરી જવું ? ૨ડવાથી શું વળે ? કે મરવાથી ય શું થાય ? બે વચ્ચે આ રીતે વાતચીત થઈ. પત્નીએ ચોરી કરવાની સલાહ છે આપી, અને તે ચોરી પણ સારા માણસ જિનદાસ શેઠને ત્યાં જ કરવાની જણાવી.
જ્યારે તે શેઠ પ્રતિક્રમણ કરતી વખતે પિતાને મુલ્યવાન હાર બાજુ ઉપર મૂકે ત્યારે તે છે હાર ચોરી લેવાનું તેણીએ જણાવ્યું. સાંતનુને કુંજીદેવી ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી. તે જે કહે જ 63 તેમાં લાભ જ થાય એ તેનો અનુભવ હતો. સમજુ શ્રાવિકા હોય તો શ્રાવકને કપરા 68