________________
)
[૫]
જ પ્રતિ કૃતજ્ઞતા ભાવ દર્શાવ્યો તેમાં આપણને ભગવાનના ઉપકાર યાદ આવે છે. હે ભગવન!
તારા અસીમ ઉપકારને હું સમજ્યો નથી. કૃતજ્ઞ આત્મા વારે વારે ગુરુને યાદ કરે, ભગવાનને યાદ કરે. દેવ-ગુરુની કૃપા એમા વારંવાર બોલે. આમ આપણે બોલીએ છીએ. બીજા બેલે છે હરિની કૃપા, ભગવાનની કૃપા. આપણે બેલીએ છીએ દેવ-ગુરુ પસાય. એક અપેક્ષાએ દેવ મહાન તે બીજી અપેક્ષાએ ગુરુ મહાન છે. દેવ-ગુરુ-ધર્મ આ ત્રણમાં ગુરુ વચમાં છે. દેવ અને ધર્મ બંનેની ઓળખાણ ગુરુ આપે છે. દેવને ઓળખાવનાર ગુરુ છે આમ અપેક્ષાએ ગુરુ મહાન છે. અમને પૂછવામાં આવે કે, “અહેબ ! તમે સુખશાતામાં છે?” અમારે જવાબ હોય છે કે, “દેવ-ગુરુ પસાય.” આનું જ નામ કૃતજ્ઞતા. અને માત્ર ઈશ્વરની કૃપા કહે છે, જ્યારે આપણે દેવ અને ગુરુ બંનેની કૃપા કહીએ છીએ. આમ ગુરુતત્વને પણ આપણે વિશિષ્ટ મહત્ત્વ આપ્યું છે.
ચૈત્યપરિપાટી પરમાત્માના ઉપકારની સ્મૃતિરૂપે છે. ચૈત્યના દર્શન તથા સ્તવન-કીર્તન દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે. - પાંચે કર્તવ્યોમાંથી આ ચૈત્યપરિપાટી દૂર કરી દો તે બધું જાણે કે નિષ્માણ થઈ જાય. ! આમ પાંચ કર્તવ્યો એ એવા પ્રકારનું સંકલન છે કે એક કાઢી નાંખો તે બધું ખલાસ થઈ જાય !
!