________________
ઝા
]
૪ કયાં સુધી ટકે ? શ્રાવકોએ કહ્યું, “સાહેબ ! હવે આ નાનકડા બાળકે તરફ તો જુઓ ?
છેવટે ગુરૂદેવ હરસૂરિજીને નમતું મુકવું પડ્યું. પણ કેટલો ત્યાગ ! કેટલી કરુણું ! ! કેવું ઉત્કૃષ્ટ જીવન ! ! ! ભીતરમાં ધખતી આધ્યાત્મિક
ધૂણીની આ તાકાત વિસ્ફોટક હતી. અસ્તુ. દિલ્હીમાં નગર પ્રવેશ:
હીરસૂરિજી મહારાજાનો વરઘોડો છ માઈલ લાંબો હતો. હજુ તો અકબરને હીરસૂરિજીના હજી સામૈયાનાં દર્શન જ થાય છે પણ તે દર્શન માત્રથી તેને અપાર આનંદ થયો. સૂરિજીનો છે ભવ્ય નગર પ્રવેશ થયો. ત્યાંથી રાજદરબારમાં પ્રવેશ કરાવવામાં આવ્યું અને ત્યાંથી આવ્યા, મુખ્ય રાજ્યમંડપમાં.
અકબર જૈનાચારો સામે ઝૂકી જાય છે. સૂરિજી તો ખૂબ મહાન હતા જ પણ અકબર તે પણ કાંઈક પાત્રતા ધરાવતો હતો. સામી વ્યકિતની પાત્રતા પણું કામ કરતી હોય છે. બી જે
ઉત્તમ હોય અને ભૂમિ ઉપર હોય તો બી શું કરે ? અકબરમાં પાત્રતા હતી. તેનામાં પૂર્વ# ભવનાં સંન્યાસી ધર્મના સંસ્કાર હતા. આજે ભલે ખોળિયું મુસલમાનનું હતું, માંસાહારીનું જ [૪૭]
હતું-પણ એક વખતનો તે સંન્યાસી હતો. તેથી હિંદુ ધર્મો પ્રત્યે તેને સહજ પક્ષપાત હતો. $